પીએમ મોદી કાશીમાંઃ રવિદાસ મંદિરનાં લંગરમાં પ્રસાદ આરોગ્યો

વારણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે વારણસીના સંત રવિદાસ જયંતી પ્રસંગે બનારસ સ્થિત રવિદાસ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં દર્શન, પૂજા- અર્ચન કર્યા બાદ મોદીએ અહીં લંગરમાં પ્રસાદ લીધો હતો. ત્યાર બાદ બનારસ હિંદુ યુનિવર્સિટીના ૧૦૦ વર્ષ પૂરાં થવા પર યોજવામાં આવેલા પદવીદાન સમારોહમાં હાજરી આપવા બીએચયુ કેમ્પસ પર પહોંચી ગયા છે. રવિદાસ જયંતી પ્રોગ્રામમાં મોદી ગયા બાદ આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ મંદિરની મુલાકાત લેશે.

કોલકાતા ખાતે ગોડિયા મઠના શતાબ્દિ સમારોહનું ઉદ્ઘાટન કર્યા બાદ નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા હતા. વિમાની મથકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક અને ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન દુર્ગાપ્રસાદ યાદવ અને ભાજપના અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટથી મોદી સીધા શ્રી ગુરુ રવિદાસ જન્મસ્થાન મંદિર પર પહોંચ્યા હતા. મંદિરમાં પૂજા અર્ચન કર્યા બાદ તેમણે લંગરમાં પ્રસાદ આરોગ્યો હતો. રવિદાસ મંદિર દલિતોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહીં વડા પ્રધાન મોદીએ સામૂહિક ભોજન લંગરમાં ભાગ લીધો હતો. દર વર્ષે પૂર્વીય ઉત્તર પ્રદેશના આ શહેરમાં શ્રી રવિદાસની જયંતી મનાવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં પંજાબના લોકો ભાગ લે છે.

You might also like