મીડિયામાં ન હોવાં જોઈએ બહારનાં દબાણ કે સરકારની દખલ: PM મોદી

નવી દિલ્હી: દિલ્હીમાં બુધવારે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેસની આઝાદીની ભલામણ કરતાં કહ્યું કે મીડિયા પર બહારનું દબાણ કે દખલ કરવું સારું નથી.

પીએમ મોદીએ કહ્યું કે અભિવ્યક્તિની આઝાદી અહમ છે એટલા માટે મીડિયામાં સરકારની દખલ હોવી જોઇએ નહીં. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું કે ભૂલથી મીડિયાનું મૂલ્યાંકન કરવું ખોટું છે.

પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મંચ પરથી મોદીએ ઇન્ડિયા ટુ઼ડે ગ્રુપના વખાણ કર્યા. તેમણે સ્ટેટ ઓફ ધ સ્ટેટસના એવોર્ડનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે આ એવોર્ડથી રાજ્યોની વચ્ચે હરિફાઇ વધશે. એટલું જ નહીં રાજ્યોની વચ્ચે વિકાસની પ્રતિયોગિતા, સ્વચ્છતા, જેવા મુદ્દા પર મીડિયાએ સકારાત્મક માહોલ બનાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયાકર્મની હત્યાને ચિંતાજનક કહેતા કહ્યું કે પત્રકારોની હત્યા સાચું દબાવવા માટેની રીત છે. તેમણે આગળ કહ્યું કે સરકાર અને મીડિયામાં સંવાદહીનતા ના હોવી જોઇએ. આપાતાકાલમાં મીડિયાનો અવાજ દબાવવામાં આવ્યો. સત્ય બહાર પાડનાર પર હુમલાને મોટો ગુનો જણાવતા કહ્યું કે એમના પ્રત્યે સરકાર પણ સંવંદનશીલ હોય.

પ્રધાનમંત્રી મોદીએ આત્મવલોકનને પણ જરૂરી કરાર આપતાં કહ્યું કે કંધાર કાંડ અને પછી 26/11ની ઘટના બાદ પણ મીડિયાના મોટા અનુભવી લોકોએ આત્મ અવલોકન કર્યું હતું. સરકારના સૂચના તંત્રને મજબૂત કરવામાં પણ પીસીઆઇની ભૂમિકા હોઇ શકે છે. કારણ કે સરકારને પણ સૂચનાની જરૂર પડે છે.

You might also like