જય હાટકેશ, હું અને મારા સંસ્કાર વડનગરની દેન છીએ: મોદી

વડાપ્રધાન મોદી આજે પોતાના માદરે વતન વડનગરની મુલાકાતે છે, એવામાં વડનગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ ઉત્સાહ સાથે પ્રજાનું અભિવાદન કર્યું હતું. તેમણે જનરલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું અને બાળકને રસી પીવડાવી મિશન ઈન્દ્રધનુષનો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે વડનગરવાસીઓને હોસ્પિટલથી સંબોધન કર્યું હતું.

વડાપ્રધાને લોકોનો આભાર માની પોતાના ભાષણની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, લોકો તેમને સૂચનો મોકલી રહ્યા છે, જેના માટે વિચારણા કરીશું. તેમણે વિકાસ નામે થઈ રહેલી ટીકાનો ઉલ્લેખ કરતાં લોકોને પૂછ્યું હતું કે, શું તમને વિકાસ ગમે છે? શું તમને વિકાસ જોઈએ છીએ? શું તમે શર્મિષ્ઠા તળાવની સાચવણી કરશો? જેના જવાબમાં લોકોએ જોરજોરથી હા કહી હતી. અંતે વડાપ્રધાને ‘જય હાટકેશ’ કહીને પ્રવચનને વિરામ આપ્યું હતું.  જાણો તેમના ભાષણના મહત્વના મુદ્દાઃ

 • 2500 વર્ષથી જીવતું છે વડનગર
  ચીની મુસાફર હ્યુ એન ત્સાંગે પણ વડનગરનો ઉલ્લેખ કર્યો છે
  વડનગર વિશ્વ કક્ષાએ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
  વડનગર પહેલા આનંદનગર તરીકે ઓળખાતું હતું
  આ નગર ક્યારેય મૃતપ્રાય થયું નથી
 • મને 2001થી જ ઝેર પચાવવાની આદત પડી ગઈ છે
  મારા સંસ્કાર આ જ માટીની દેન છે
  વડનગરના લોકોએ મને અપાર પ્રેમ આપ્યો છે
  હું ગામના લોકો અને ધરતીને નમન કરું છું
  આજે હું જે કાંઈ છું તે આ ધરતીના કારણે છું
 • 1985થી ટીકાકરણ ચાલતું હતું
  અટલજીની સરકાર ચાલતી હતી ત્યારે હેલ્થ પોલિસી બની
  સ્ટેન્સના ભાવ અમે ઘટાડ્યા છે
  રૂપિયા 100માં મળતી દવા 18થી 20 રૂપિયામાં મળતી થઈ
  મિશન ઈન્દ્રધનુષનો આરંભ કરવામાં આવ્યો
  વર્ષમાં માત્ર 12 દિવસ ગર્ભવતી મહિલાની સેવા માટે ડૉક્ટરોને આહ્વાન કરું છું
  વડનગરને આગ્રહ કરું છું કે રસીકરણને આગળ વધારે
You might also like