મોદીની સુરક્ષામાં શામેલ શ્વાન પડ્યો બિમાર, કરાઇ સર્જરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા ટીમમાં શામેલ શ્વાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 9 વર્ષના કાળા રંગવા લૈબ્રાડોર નસ્લના શ્વાનની સારવાર માટે લુધિયાણાના ગુરૂ અંગદ દેવ વેટેનરી એન્ડ એનિમલ સાયન્સ યૂનિવર્સિટીમાં શુક્રવારે દાખલ કરવામાં આવ્યો છે. આ શ્વાનના મોઠામાં ટ્યૂમરની સમસ્યા હતી. યૂનિવર્સિટીના વેટેનરી સર્જરી ડિપાર્ટમેન્ટના ડોક્ટર અરૂણ આનંદે જણાવ્યું છે કે આ ટ્યૂમરને કારણે શ્વાનના દાંતને અસર થઇ છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવી તો આ શ્વાનને ખાવામાં મુશ્કેલી પડી શકે તેમ હતી. દાંતો પર આ ટ્યુમરની ખરાબ અસર પડી રહી હતી.

આ શ્વાન અર્ધસૈનિક દળની ટીમમાં શામેલ હતો. શ્વાનનો વ્યક્તિગત ડોક્ટરને હવાલો આપવામાં આવ્યો છે. કોઇ પણ માહિતીનો ખુલાસો ન કરવા જણાવ્યું છે. મળતી માહિતી મુજબ મોદીની સુરક્ષામાં શામેલ આ શ્વાન સૌથી મોંધો છે. ગૃહ મંત્રાલયે સુંઘવાની શક્તિ માટે પુરસ્કાર આપ્યો છે. તેને 15 લાખનો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. જે તેની ટ્રેનિંગ અને તેની દેખરેખમાં વાપરવામાં આવે છે. મોદીની સુરક્ષા વ્યવસ્થામાં આ શ્વાન છ વર્ષથી શામેલ છે.  શ્વાનને ડિસ્ચાર્જ કરવા સાથે અર્ધસૈનિક દળને સોંપી દેવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like