PM મોદી કાલથી રશિયાના પ્રવાસ પર, આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રશિયાની યાત્રા પર જશે. જોકે આ તેમની પહેલો રશિયાનો પ્રવાસ નથી, પરંતુ બાકીના પ્રવાસ કરતા અલગ જરૂરથી છે. રશિયામાં ભારતના રાજદૂત પંકજ સારને જણાવ્યુ કે, ફરી રાષ્ટ્રપતિ બન્યા પછી માત્ર 2 અઠવાડિયાની અંદર જ વ્લાદિમીર પુતિને પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતુ.

પંકજ સારને જણાવ્યુ કે, ”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની વચ્ચે આ મહત્વની બેઠક થશે. તમામ બેઠકથી આ બેઠક એટલા માટે અલગ છે કેમકે રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી મોદીને ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી માત્ર 2 અઠવાડિયામાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યુ છે.”

પંકજ સારને આગળ કહ્યુ કે, ”બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં એકબીજાની અર્થવ્યવસ્થા અને પ્રભાવને સારો બનાવવા માટે ચર્ચા કરશે.”

તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાની સોચિમાં 21 મેના વ્લાદિમીર પુતિનની સાથે અનાધિકારિક મુલાકાત માટે પહોંચશે. તમને જણાવી દઇએ કે, આ પ્રવાસથી એક મહિલા પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની સાથે આ જ પ્રકારની અનૌપચારિક બેઠક કરી હતી.

રાજદૂતે જણાવ્યુ કે, દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત કરવા સિવયા મોદી અને પુતિન ઇરાન ન્યૂક્લિયર ડીલથી અમેરિકાથી અલગ થયા પછીના પ્રભાવો પર પણ ચર્ચા કરશે. ભારત અને રશિયા બંને જ આંતકવાદથી પીડિત છે, આ માટે બંને પક્ષોની વચ્ચે ISIS નો ભય અને અફધાનિસ્તાન-સીરિયાની સ્થિતિ પર ચર્ચા કરશે.

પંકજ સારને આગળ કહ્યુ કે, બંને દેશોની વચ્ચે ત્રીજી દુનિયા દેશોમાં પરમાણુ ક્ષેત્રના સહયોગને લઇને પણ વાતચીત થઇ શકે છે. બાંગ્લાદેશમાં ભારત રૂપપુર પરમાણુ પ્લાન્ટ બનાવી રહ્યો છે. આશા કરીએ છીએ કે, ”અહીંયા રશિયા અને ભારતીય એક્સપર્ટીઝ એક થશે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સોચિ એરપોર્ટ પર રશિયાના ટૉપ અધિકારીઓ સ્વાગત કરશે, જે પછી તેઓ પુતિનના રિસોર્ટ પર જશે. તમને જણાવી દઇએ કે સુચિ રશિયાનો મહત્વનું શહેર છે. કહેવાઇ રહ્યુ છે કે, આ વર્ષના અંત સુધીમાં પુતિન ભારતનો પ્રવાસ કરી શકે છે.

You might also like