સ્વચ્છ ભારત અભિયાનમાં મીડિયાની ભૂમિકા મહત્વની રહીઃ PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિવાળી મિલન કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પત્રકારો સાથે મુલાકાત કરી વાતચીત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારોને સંબોધન કરતાં જૂનાં દિવસોને યાદ કરી હતી. પીએમ મોદીએ સ્વચ્છતા અભિયાનમાં પત્રકારોનો મોટો ફાળો હોવાનું જણાવ્યું હતું. પીએમ મોદીએ વ્યંગ કરતાં કહ્યું કે પહેલું હું તમને શોધતો હતો પહેલા ઓછા પત્રકારો હતા પરંતુ આજે મીડિયા વિસ્તૃત થયું છે. પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું કે મીડિયાએ દેશના વિકાસમાં સકારાત્મક ભૂમિકા નિભાવી છે.

દિવાળીના દિવસોમાં આપ સૌને મળવાનું સૌભાગ્ય મળે છે. દેશહિતમાં દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા અદા કરી રહ્યો છે. સરકાર અને મીડિયાનો એક અતૂટ સંબંધ હોય છે. કેટલાક લોકો હવે મોદીજી મળતા નથી એવી ફરિયાદ કરે છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. દિવાળી મંગલ મિલન કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું કે લોકોની સમસ્યાઓનો નિરાકરણ લાવવા પ્રયત્ન સરકારે કર્યો. અમિત શાહે નિમંત્રણનો સ્વીકાર કરવા બદલ મીડિયાનો આભાર માન્યો.

You might also like