હવે મોદી સરકાર નવી નોકરીઓને આપશે પ્રાધાન્ય

ન્યુ દિલ્હીઃ વિપક્ષે નોકરીઓને લઇ ઊભી થતી મુશ્કેલીઓને લીધે મોદી સરકાર પર નિશાન સાધતાં હવે મોદી સરકાર આગળનાં કેટલાંક દિવસો સુધી હવે આ મુદ્દે જ કામ કરવાનું પીએમ મોદીએ નક્કી કર્યું છે. PMOએ દરેક મંત્રાલયોને સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે હવે એવી જ યોજનાઓ સામે આવવી જોઇએ કે જેમાં નવો રોજગાર યુવા પેઢીઓને મળી રહે તેવી જ જાહેરાતો કરવામાં આવે.

કેબિનેટ સચિવે દરેક સચિવોને PMOનાં આ આદેશની જાણકારી પણ આપી દીધી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સંકેત આપી દીધો કે તે પોતે નોકરીની આ સમસ્યાને બહુ મોટો મુદ્દો બનાવશે. તેઓ રોજગારનાં મુદ્દાને લઇ મોદી સરકાર પર પ્રહાર કરવાનો કોઇ જ મોકો છોડશે નહીં. પરંતુ આ કારણોસર હવે મોદી સરકાર પણ ડેમેજ કંટ્રોલ મોડ પર આવી ગઇ. આનાં માટે PMO તરફથી દરેક મંત્રાલયો અને વિભાગોને રોજગારને લઇ નવું લક્ષ્ય આપવામાં આવ્યું છે. જો કે હવે સરકારનાં આંકડાઓમાં નોકરીઓની રોજગારીને લઇ મોદી સરકાર પણ ચિંતા કરી રહી છે.

નોકરીઓને લઇ PMOએ કર્યા આદેશ

1. દરેક સરકારી ખાલી જગ્યાઓને લઇ 31 ડિસેમ્બર સુધી નિમણૂંક પ્રક્રિયા દરેક માટે શરૂ કરવામાં આવે.
2. કોઇ પણ મંત્રાલયનાં પ્રસ્તાવમાં જો રોજગારને લઇ કોઇ પણ પ્રકારનું પ્રેઝન્ટેશન જો આપવામાં ના આવે તો તેનાં પર વધુ પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે.
3. નીતિ આયોગને અસંગઠિત ક્ષેત્રમાં નોકરીઓનાં આંકડા વધુ જલ્દી જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
4. મુદ્રા યોજનાનાં આધારે કામ કરનાર લોકોની યાદી અને એમનાં પ્રોજેક્ટની અંદર પ્રાપ્ત થયેલ નોકરીનાં આંકડા એમ એ બંને અલગ-અલગ જાહેર કરવામાં આવશે.
5. નોકરીનો ડેટા દર મહિને જાહેર કરવામાં આવે. નીતિ આયોગ હવે દર ત્રીજા મહિને નોકરીઓનાં આંકડા જાહેર કરવાની તૈયારીમાં છે. પરંતુ પીએમ મોદી ઇચ્છે છે કે વિકસિત દેશોની યાદીમાં ભારતમાં નોકરીનાં આંકડા હવે દર મહિને રજૂ કરવામાં આવે.

You might also like