પીએમ નરેન્દ્ર મોદીની ફ્લાઇટમાં નથી અપાતી આ ચીજ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એર ઇન્ડિયા વનને ફ્લાઇંગ PMOમાં પરિવર્તન કરી દીધી છે. મોદી તેમની લાંબી મુસાફરીમાં મિટીંગ લેવા તેમજ બીજા કામ પતાવવા માટે જાણીતા છે, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે મોદીની ફ્લાઇટમાં દારૂ આપવામાં આવતો નથી.

પીએમ મોદીએ આ માટે સૂચના આપી છે કે બોર્ડ પર હાજર કોઇ પણ વ્યક્તિને દારૂ આપવામાં આવે નહીં. એક ઉચ્ચ અધિકારીના સૂત્રોએ જણાવ્યું કે,’પીએમની ફ્લાઇટમાં દારૂ આપવામાં આવતો નથી.’

વીવીઆઇપી ઉડાનો માટે ઉપયોગમાં લેવાતાં એર ઇન્ડિયાની બોઇંગ 747 સરેરાશ ઉંમર 25 વર્ષ હોય છે. એક સૂત્રનું કહેવું છે કે,’પીએમ સાથે જતાં અધિકારીઓની પાસે ઊંઘ્યા સિવાય ક્યાં તો કામ માટે તૈયાર થઇને પહોંચ્યા સિવાય ક્યાં તો પોતાનું કામ પતાવવા ક્યાં તો પર્સનલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં ડૂબેલા રહેવાનો જ વિક્લપ રહે છે.’

એક સૂત્રએ જણાવ્યું હતું કે ઉડાનો માટે મેનૂ વિદેશ મંત્રાલય નક્કી કરે છે અને મોદી તેમના માટે સામાન્ય શાકાહારી ભોજન પસંદ કરે છે. જો કે, આ ઉડાનોમાં માંસાહારી ભોજન પર પ્રતિબંધ નથી અને જે લોકો માંસાહારી ખાવાનું ઇચ્છે તો તે લોકો ખાઇ શકે છે.

You might also like