4 જુલાઇથી PM મોદી ત્રણ દિવસ ઈઝરાયલના પ્રવાસે જવા રવાના થશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલથી ચાર દિવસ ઈઝરાયલના પ્રવાસે જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે 70 વર્ષમાં તેઓ ઈઝરાયલના પ્રવાસે જનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બની જશે. બેન્જામિન નેતન્યાહુ એરપોર્ટ પર મોદીનું ઈઝરાયલના વડા પ્રધાન મોદીનું સ્વાગત કરશે. નેતન્યાહુએ મોદી માટે ખાસ ડીનરનું આયોજન કર્યું છે. ભારત અને ઈઝરાયલ વચ્ચે 25 વર્ષ જૂના સંબંધ છે.

મોદીની આ યાત્રા એ રીતે પણ મહત્વની માનવામાં આવે છે કે આ વર્ષે ભારત અને ઈઝરાયલ વચ્ચેના રાજકીય સંબધના 25 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આ યાત્રાને લઈન ઈઝરાયલી મીડિયાએ લખ્યું છે કે મોદીની આ યાત્રા ઈતિહાસ રચનારી સાબિત થશે. આ દરમિયાન 11 મંત્રાલયને આ યાત્રાને લઈને જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ ઈજરાયેલી કેબિનેટે ભારત અને ઈઝરાયલ વચ્ચેના વેપાર સંબંધોને લઈને 517 કરોડ રૂપિયાના કારોબારને વધારવા અંગે મંજૂરી આપી દીધી છે. તેના કારણે ભારત ચીનને પાછળ છોડી મોટો વેપારી ભાગીદારી દેશ બનશે. મોદી આ યાત્રા દરમિયાન મુંબઈમાં થયેલા 26-11ના હુમલામાં જીવિત બચી ગયેલાં ઈઝરાયલી બાળકોને પણ મળશે.

જોકે બીજી તરફ એવી માહિતી મળી રહી છે કે મોદીનો ઈઝરાયલ જતાં પહેલાં ફિલિસ્તાન જવાનો કાર્યક્રમ હતો પરંતુ હવે તેઓ ત્યાં જવાના નથી. તેથી ભારતની આ પરંપરા તૂટી છે. અત્યાર સુધી ભારતના કોઈપણ નેતા ઈઝરાયલ જતા પહેલા ફિલિસ્તાન અવશ્ય જતા હતા. ભારત અને ઈઝરાયલ વચ્ચે સંરક્ષણ ઉપરાંત આઈટી, કૃષિ અને અન્ય ક્ષેત્રોને લગતા વિવિધ સમજૂતી કરાર થયા છે. અને બંને દેશ વચ્ચે વેપારને લગતા કરાર પણ થયા છે તેથી તે દિશામાં બંને દેશ આગળ વધી રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like