ચીનના પ્રવાસે જતા પહેલા PM મોદીએ કહ્યુ, ‘વૈશ્વિક મુદ્દાઓ પર થશે ચર્ચા’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે ચીનના શહેર વુહાનમાં 27-28 એપ્રિલના અનૌચારિક બેઠક થવાની છે. આ બેઠક માટે પ્રધાનમંત્રી મોદી ચીન જવાના રવાના થઇ ગયા છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે વુહાન શહેરમાં પહોંચી ગયા છે. આ અનૌપચારિક શિખર સંમેલન 2 દિવસો સુધી ચાલશે. આ મીટિંગમાં 2 નેતાઓ વચ્ચે ભારત-ચીનના જોડાયેલા ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત થશે. જોકે, આ મીટિંગમાં ન તો કોઇ સમજૂતી થશે અને ન તો કોઇ નિવેદન જારી કરવામાં આવશે.

ચીનની યાત્રા પહેલા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યુ કે, ચીનની વુહાનની યાત્રા કરવા જઇ રહ્યો છું, જ્યાં 27-28 અપ્રેલના ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે અનૌપચારિક શિખર બેઠક હશે. તેમણે કહ્યુ કે, રાષ્ટ્રપતિ શી અને હું દ્વિપક્ષીય અને વૈશ્વિક મહત્વના વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા અને વિચારોનું આદાન-પ્રદાન કરીશું. અમે અમારી રીતે રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતા વિશે ચર્ચા કરીશું, જેમાં ખાસ કરીને વર્તમાન થતા ભવિષ્યના આંતરાષ્ટ્રીય પરિદ્દશ્યના વિષય શામેલ હશે. મોદીએ કહ્યુ કે, જેમાં ભારત-ચીનના સંબંધોના વ્યૂહાત્મક અને લાંબા ગાળાની બાબતોના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે.

 

વુહાન શહેર પહોંચ્યા શી જિનપિંગ:
શિખર સંમેલન માટે શી જિનપિંગ વુહાન શહેર પહોંચી ચૂક્યા છે. PM મોદી કાલે આ શિખર સંમેલન માટે પહોંચશે. વુહાન શિખર સંમેલનમાં અનૌપચારિક માહૌલ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જેમાં કોઇ પણ અજેન્ડા અને મહત્વના વ્યાપક મુદ્દાઓ પર વાત કરવામાં આવશે અને 100 વર્ષ માટે એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે, આ બંને નેતાએ ડોકલામની આગળ વધવાની પણ વાત કરી શકે છે.

ભારતીય મામલાથી જોડાયેલા ટીનના ઉપ વિદેશ મંત્રી કોંગ શુઆનયૂએ સંકેત આપ્યો કે, ચીન છેવટે કેમ મોદીની નજીક આવી રહ્યુ છે, ”ભારતમાં 2019માં લોકસભાની ચૂંટણી છે, ચીનને લાગે છે કે 2019 પછી નરેન્દ્ર મોદી ભારતના જ પીએમ રહેશે.” શૂઆનયૂ કહે છે કે, ”શી અને મોદી બંને પાસે વ્યૂહાત્મક દ્રષ્ટિ અને ઐતિહાસિક જવાબદારી છે. બંને પોતાની જનતાનું વ્યાપક સમર્થન મેળવ્યુ છે અને પોતાના સંબંધોને ખૂબ જ મહત્વ આપી રહ્યા છે.”

ચોથી વખત ચીનનો પ્રવાસ:
વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદીની આ ચોથી ચીન યાત્રા હશે. એ 9 અને 10 જૂને ક્વિંગદાઓ શહેરમાં થવા જઇ રહેલા એસસીઓ શિખલ સંમેલનમાં ભાગ લેવા માટે પણ ચીન જઇ શકે છે.

You might also like