ભારત-ઈન્ડોનેશિયાએ રક્ષા સહીત 15 MOU પર કર્યા હસ્તાક્ષર…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની યાત્રા પર છ, પોતાની યાત્રાના પહેલા ચરણમાં પ્રધાનમંત્રી ઈન્ડોનેશિયા પહોંચ્યા છે. જ્યાં PM એ ભારત અને ઈન્ડોનેશિયાની સંયુક્ત પત્રકાર પરિસદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યુ કે ઈન્ડોનેશિયા અને ભારતની સંસ્કૃતિનો સંબંધ હજારો વર્ષ જુનો છે. બંન્ને દેશો વચ્ચે પ્રાચીન સમયથી સાંસ્કૃતિક સંબંધ કાયમ છે. બંન્ને દેશો એક જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે.

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે રક્ષા, વિજ્ઞાન, ટેક્નિકલ સહયોગ તેમજ રેલ સમેત 15 MOU પર હસ્તાક્ષર થયા છે. PM મોદીએ થોડા સમય પહેલા આતંકી હમલામાં મૃત્યુ પામનાર ઈન્ડોનશિયાઈ લોકોના પ્રતિ ગંભીર દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે આતંકની લડાઈમાં ઈન્ડોનેશિયાને પૂરો સહિયોગ આપવનું વચન પણ આપ્યુ હતુ. આ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ અને એક્ટ ઈસ્ટ પોલિસીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જણાવી દઈએ કે એક્ટ ઈસ્ટ પોલિસીનો હેતુ એશિયાઈ દેશોની સાથે સંબંધોને પ્રમુખતા આપવાનું છે. આ દરમ્યાન પ્રધાનમંત્રીએ બંન્ને દેશો વચ્ચે વ્યાપારને વર્ષ 2025 સુધીમાં 50 અરબ ડોલર સુધી લઈ જવા માટે પ્રયત્નોને બે ઘણા કરવાનો સંકલ્પ કર્યો હતો.

આ પહેલા, PM મોદીએ ઈન્ડોનેશિયાઈ રાષ્ટ્રપતિ જોકો વીડોડો સાથે મર્ડેકા પેલેસમાં મુલાકાત કરી હતી. આ દરમ્યાન બંન્ને નેતાઓ વચ્ચે સમુદ્ર, વ્યાપાર અને નિવેશ સહિત વિભિન્ન મુદ્દાઓ પર દ્વિપક્ષીય સહયોગના સંબંધમાં ચર્ચા કરી હતી. આ સાથે જ બન્ને નેતા ઈન્ડોનેશિયાઈ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ધ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજીત સીઈઓ બિઝનેસ ફોરમ અને કંફડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી જેવા કાર્યક્રમોમાં પણ એક સાથે હાજરી આપી હતી.

You might also like