વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને જન્મદિવસની શુભકામના પાઠવી છે. આ અંગે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાણકારી આપી કે તેમણે નવાઝ શરીફને જન્મદિવસની શુભેચ્છા આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન અંગે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું.

આજે 25મીએ પાકિસ્તાનના નવાઝ શરીફ પોતાનો 67મો જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફના ગત જન્મદિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન પહોંચીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે કાબુલથી એક ટવિટ કરી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધું હતું કે તેઓ નવાઝ શરીફને તેમના 66માં જન્મદવિસે શુભેચ્છા પાઠવા લાહોર જઇ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનથી પરત ફરતી વખતે પાકિસ્તાન રોકાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે 80 મિનીટ પાકિસ્તાનમાં રોકાયા હતા. પીએમ મોદીએ નવાઝ શરીફની પૌત્રીના લગ્નપ્રસંગે ઘરના પરિજનોને શુભેચ્છા પાઠવી હતી.

http://sambhaavnews.com/

You might also like