PM મોદીએ હાઇફામાં શહીદ ભારતીય જવાનોને આપી શ્રદ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસનો આજે ત્રીજો અને આખરી દિવસ છે. પીએ મોદીએ  હાઇફામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી.  હાઇફા એવું સ્થળ છે કે જ્યાં પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય જવાનોએ પોતાના શૌર્યનું કૌવત દાખવ્યું હતું. ભારતીય જવાનોએ આધુુનિક હથિયારોથી સજ્જ ઓટોમન તુર્કની વિરુદ્ધ લડત આપીને હાઇફાનું રક્ષણ કર્યું હતું. ઘોડેસવાર ભારતીય સૈનિકોએ તલવાર અને ભાલાથી દુશ્મનની સેનાને પરાજય આપ્યો હતો.  હાઇફા ખાતે પીએમ મોદી સાથે ઇઝરાયલના વડાપ્રધાન પણ હાજર રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોના સ્મારક પર ફુલ અર્પણ કર્યા હતા.

આ દરમિયાન કેટલાય ભારતીય જવાનો શહીદ થયા હતા. આ લડાઇ ર૩ સપ્ટેમ્બર ૧૯૧૮ના રોજ થઇ હતી. આજે પણ આ દિવસને ઇઝરાયલમાં હાઇફા દિવસ તરીકે મનાવવામાં આવે છે. મોદી આજે બપોરે ભારતીય શહીદોને હાઇફામાં શ્રદ્ધાંજલિ આપશે અને ત્યાર બાદ મોદી ઇઝરાયલના ૩૦ સીઇઓ સાથે લંચ કરશે અને સાંજે ૭-૦૦ વાગ્યે જર્મની જવા રવાના થશે. જ્યાં તેઓ જી-ર૦ શિખરમાં હાજરી આપશે.
http://sambhaavnews.com/

You might also like