જનધન ખાતાધારકોને 15 ઓગષ્ટે મળશે મોટો લાભ, PM મોદી કરશે જાહેરાત

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સપ્તાહે સ્વતંત્રતા દિવસનાં મોકા પર રાષ્ટ્રને સંબોધિત કરતા 32 કરોડથી અધિક જનધન ખાતાધારકોને માટે વિભિન્ન લાભોની જાહેરાત કરી શકે છે. આનો ઉદ્દેશ્ય સરકારનાં નાણાંકીય સમાવેશ અભિયાનને મજબૂતી પ્રદાન કરે છે. અધિકારિક સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડીવાઇ) અંતર્ગત ખાતાધારકોને માટે ઓવરડ્રાફ્ટ સુવિધા બે ઘણી વધારે કરી 10,000 રૂપિયા કરી શકાય છે. આ સરકારનાં એ લોકો માટે કોષ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ છે કે જે લોકો આનાંથી વંચિત છે. આ સિવાય સરકાર આકર્ષક સૂક્ષ્મ વીમા યોજનાની જાહેરાત કરી શકે છે. જુદાં-જુદાં કાર્ડધારકોને માટે મફત દુર્ઘટના વીમા એક લાખ રૂપિયાથી વધારી શકાય છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર પીએમજેડીવાઇનું બીજું ચરણ 15 ઓગષ્ટનાં રોજ સમાપ્ત થઇ ગયેલ છે અને આગળનાં લક્ષ્યને હાંસિલ કરવા માટે આમાં યથાચિત સુધારાની જરૂરિયાત છે. પ્રધાનમંત્રીને માટે સ્વતંત્રતા દિવસનાં મોકા પર સંબોધન આ પ્રકારની જાહેરાત માટે આ એક ઉત્તમ મંચ છે.

નાણાંકીય સમાવેશનો પ્રમુખ કાર્યક્રમ પીએમજેડીવાઇની શરૂઆત ઓગષ્ટ 2014નાં રોજ કરવામાં આવી. પ્રથમ ચરણ 14 ઓગષ્ટ 2015નાં રોજ પૂર્ણ થયું અને આમાં મૂળ બેંક ખાતા અને જુદાં-જુદાં ડેબિટ કાર્ડ પર જોર આપવામાં આવ્યું. છેલ્લાં 4 વર્ષોમાં 32.25 કરોડ જનધન ખાતાઓ ખુલ્યાં. આ ખાતાઓમાં 80,674.82 કરોડ રૂપિયા જમા છે.

આ સિવાય સરકાર 2015-16માં જાહેર કરેલ અટલ પેન્શન યોજના (એપીવાઇ) અંતર્ગત પેન્શની મહત્તમ સીમા વધારીને 10,000 રૂપિયા માસિક કરી શકે છે. જો કે હાલ પૂરતી આ સીમા 5,000 રૂપિયા જ છે. એપીવાઇ અંતર્ગત યોગદાન રકમનાં આધાર પર અંશધારક 60 વર્ષ પૂર્ણ થવા પર 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધી પેન્શન લઇ જઇ શકે છે.

You might also like