રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિના સ્વાગતમાં PM મોદીએ કહી આ મોટી વાત…

નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા રાજ્યસભાના અધ્યક્ષ તરીકે વેંકૈયા નાયડુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયડનું રાજ્યસભામાં સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે સંસદમાં પોતાનો બહોળો અનુભવ પછી આ ઉચ્ચ પદ સંભાળી રહ્યાં છે. પીએ મોદીએ ઉપરાષ્ટ્રપતિ નાયડુ અંગે જણાવ્યું કે તેઓ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે જેમનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો છે. વેંકૈયાજીએ ઘણી સારી રીતે જાણે છે કે રાજ્યસભામાં કેવી રીતે કામ કરવાનું હોય છે. લાંબા સમયમાં સદનમાં રહેવાના કારણે તેમને ખબર છે કે કેવી રીતે કામ કરવું.

પીએમ મોદીએ કહ્યું કે દરેક સાંસદો, પછી એ મનમોહનસિંહની સરકારના હોય કે એનડી સરકારના હોય પણ દરેક સાંસદો પોતાના ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી સડક યોજનાની માગ કરતા હોય છે. આ યોજના આપણા નવા ઉપરાષ્ટ્રપતિ નાયડુજીની ભેટ છે.
http://sambhaavnews.com/

You might also like