PM મોદીએ કેનેડાના વડાપ્રધાનનું કર્યું ગળે લગાવીને સ્વાગત, બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતૈ ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસ્ટિન ટ્રુડોને ગળે લગાવી સ્વાગત કર્યું. જસ્ટિન ટ્રુડો તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેનેડાના પીએમ જસ્ટિ ટ્રુડો સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ભારત-કેનેડાના સંબંધોને વધુ મજબુત બનાવશે.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડો 7 દિવસની ભારતની મુલાકાતે છે ત્યારે આજે જસ્ટીન ટ્રૂડોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં બન્ને પીએમ વચ્ચે મુલાકાત છે. રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિન ટ્રૂડોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ છે.

આ દરમિયાન પીએમ મોદીએ જસ્ટિન ટ્રૂડોને ગળે લગાવીને સ્વાગત કર્યુ છે. મહત્વનુ છે કે, આજે બન્ને બંને દેશના પ્રધાનમંત્રીઓ વચ્ચે હૈદરાબાદના હાઉસમાં દ્વિપક્ષીય શિખર બેન્ક પણ યોજાશે. નરેદ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ કેનેડાના વડાપ્રધાનનો આ પહેલો ભારત પ્રવાસ છે. આ પહેલા વર્ષ 2012માં કેનેડાના પીએમએ ભારતનો પ્રવાસ કર્યો હતો. જોકે વડાપ્રધાન મોદી અને જસ્ટિન ટ્રૂડોની આ મુલાકાતમાં બંને દેશ બચ્ચેના સંબંધો પર ચર્ચા કરવામાં આવશે.

You might also like