અધિકારીઓની તૈયારીથી નાખુશ PM મોદી, અધવચ્ચેથી છોડી દીધું પ્રેઝન્ટેશન

નવી દિલ્હી: સામાન્ય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇ પણ પ્રેઝન્ટેશન જોય વગર ઊભા થતા નથી, પરંતુ હાલમાં કંઇક એવું જ થયું છે કે PM મોદી એક બેઠકમાં અધિકારીઓના પ્રેઝન્ટેશનને અડધેથી છોડીને ચાલ્યા ગયા હતા. પોતાના અધિકારીઓને આદેશ આપતાં કહ્યું કે એ લોકા એમના કામમાં વધારે મહેનત કરે અને ફરીથી પ્રેઝન્ટેશન આપે.

મળતી માહિતી અનુસાર ચાલુ પ્રેઝન્ટેશને PM મોદીનું વચ્ચેથી ઊઠીને ચાલ્યા જવું અસામાન્ય હતું કારણ કે સામાન્ય રીતે પીએમ મોદી હંમેશા આખું પ્રેઝન્ટેશન દરમિયાન બેસીને જોવે છે અને ચોક્સાઇપૂર્વક સાંભળે પણ છે. તેમજ પ્રેઝન્ટેશન દરમિયાન ચર્ચાઓમાં પણ ભાગ લે છે.

પ્રધાનમંત્રીએ આવું કરીને અધિકારીઓને સંકેત આપ્યો છે કે કોઇ પણ પ્રકારની લાપરવાહીને ચલાવી લેશે નહીં. તેમણે અદિકારીઓને નિર્દેશ આપ્યો કે એ એમના કાર્યોની ગુણવત્તા પર ધ્યાન આપે. મળતી માહિતી અનુસાર સચિવોના સમૂહ તરફથી કૃષિ અને એનાથી સંબંધિત ક્ષેત્રો પર આપવામાં આવી રહેલા પ્રેઝન્ટેશનમાં પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે દેખાઇ રહ્યું છે કે આ બાબતે વધારે મહેનત કરવામાં આવી નથી. અધિકારીઓને આ બાબતે નવા વિચારો લાવવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ અધિકારીઓ અડધી તૈયારીઓ સાથે આવ્યા હતા.

પીએમ મોદીએ અધિકારીઓને કહ્યું કે તમે લોકાએ પૂરો પ્રયત્ન કર્યો નથી, જા અને આ ઉપર ફરીથી મહેનત કરીને પ્રેઝન્ટેશને તૈયાર કરો. આ બેઠકમાં પીએમઓ અને નીતિ કમિશનમના અધિકારીઓ, વિભાગના પ્રમુખો સાથે સાથે દરેક સચિવો પણ હાજર હતાં. પ્રધાનમંત્રી બીજા પ્રેઝન્ટેશનની શરૂઆતમાં જ ઊઠીને ચાલ્યા ગયા હતા.

You might also like