વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પ્રવાસે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પ્રવાસે જનાર છે. જોકે તેમના કેરળ પ્રવાસ પહેલા એક મોટો વિવાદ છેડાયો છે. કેરળના મુખ્યપ્રધાન ઓમાન ચાંડીએ એવો આક્ષેપ કર્યો છે કે તેમને કોલ્લમ ખાતે યોજાનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી અને તેમને આ કાર્યક્રમથી દૂર રહેવા જણાવાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોલ્લમ ખાતે આજે પૂર્વ મુખ્યપ્રધાન આર. શંકરની પ્રતિમાનું અનાવરણ કરનાર છે.

આ કાર્યક્રમનું આયોજન ધર્મા પરિપાલના યોગમ્ નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે કે જે ભાજપની સંસ્થા છે. ઓમાન ચાંડીના જણાવ્યા અનુસાર યોગમ્ સંસ્થાના મહામંત્રીએ તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમથી દૂર રહેવા જણાવ્યું છે કે જેથી તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસે તેને ચૂંટાયેલા મુખ્યપ્રધાનનું અપમાન તરીકે જણાવ્યું છે.

કોંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું છે કે ભાજપ ઈરાદાપૂર્વકની સાજિશ હેઠળ બિનભાજપ રાજ્યોના મુખ્યપ્રધાનોને અપમાનિત કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના પ્રવાસ પર કેરળ જઈ રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ૧-૦૦ વાગ્યાની આસપાસ કોચી જવા રવાના થશે, જ્યાં તેઓ એક જાહેરસભાને સંબોધશે. ત્યાર બાદ પી.એમ. મોદી કોચી સમુદ્રની નજીક વિમાન વાહક યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય પર ત્રણેય સેનાના કમાંડર સાથે બેઠક કરશે.

You might also like