મુશ્કેલ કામ મોદી નહીં કરે તો કોણ કરશે : PM મોદી

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પીએમએ શૌચાલય નિર્માણની શરૂઆત કરી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુ આરોગ્ય મેળાનો શુભારંભ કરાવ્યો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ખેડૂતોની જનસભાને સંબોધન કર્યું. પશુધન મેળા માટે ઉત્તર પ્રદેશની સરકારને શુભેચ્છા. લોકોની તપસ્યા વ્યર્થન નહી જાય. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારા માટે પક્ષથી મોટો દેશ છે. પશુધન આરોગ્ય મેળાથી ખેડૂતોને લાભ મળશે. કાશીના પશુપાલકોનું દૂધ બનાસડેરી ખરીદશે. પશુ કોઇના મતદાર નથી. મતદાર ન હોવાના કારણે કોઇ સરકારે આવો મેળો નથી યોજાયો. ભારતમાં પશુ પાલ મોંઘુ છે. ગુજરાતમાં દુધ ઉત્પાદનથી સ્થિતિ સુધરી છે. લોકોની તપસ્યા વ્યર્થ નહી જાય.

You might also like