પીએમ નરેન્દ્ર મોદી ઉજ્જવલા યોજનાનો કરશે પ્રારંભ

યુપી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી મજદૂર દિવસ પર ઉત્તર પ્રદેશના બલિયામાં મહત્વપૂર્ણ ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરશે. જેના અંતર્ગત 5 કરોડ મહિલાઓને ગેસ કનેકશન વિતરણ કરશે. આ આયોજનને વિશેષજ્ઞો દ્વારા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાનની શરૂઆત પણ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દરેક વખતે બલિયા પીએમ મોદી માટે ભાગ્યશાળી રહ્યું છે. રાજનૈતિક વિશ્લેષકોનું માનીએ તો પીએમ મોદીએ વિકાસાત્મકની સાથે-સાથે રાજનીતિક હેતુ માટે ફરી બલિયાને પસંદ કર્યું છે.

તે સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત પણ લેશે. જ્યાં તેઓ ઇ-રિકશા અને સોલર બોટનું વિતરણ કરશે. જેનો ઉદ્દેશ્ય ગંગામાં પ્રદૂષણ ઓછો કરવાનો છે. સપ્ટેમ્બર-2001માં નરેન્દ્ર મોદીએ બલિયાનો પ્રવાસે ગયા હતા જેના એક અઠવાડિયા બાદ તેમને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેના સિવાય 2014માં લોકસભા ચૂંટણીમાં પોતાના ચૂંટણી પ્રચારના અભિયાનનો અંત પણ બલિયાથી કર્યો હતો, ત્યારબાદ તેઓ દેશના વડા પ્રધાન બન્યા હતા.

You might also like