નોટબંધીને એક વર્ષ પૂર્ણ, PM એ દેશવાસીઓનો માન્યો આભાર

નોટબંધીની એક વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો પોસ્ટ કરી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પીએમ મોદીએ એક શોર્ટ ફિલ્મ દ્વારા નોટબંધીના ફાયદાઓ ગણાવ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓનો નોટબંધીને લઇને આપેલા સમર્થન પર આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા જણાવ્યું કે કાળા નાણાં અને ભ્રષ્ટાચાર માટેના સરકારના પ્રયાસોને દેશવાસીઓએ આપેલા સમર્થન બદલ હું દેશવાસીઓને નમન કરું છું.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીને લઇને થયેલા ફાયદા ગણાવતી એક શોર્ટ ફિલ્મને પણ ટ્વિટ કરી છે. તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળા નાણાં અને ભ્રષ્ટાચાર દૂર કરવાના પ્રયાસો પર લોકો પાસે નમો એપ પર અભિપ્રાય માગ્યા છે.

You might also like