BRICS શિખર સંમેલન ભાગ લેવા PM મોદી ચાઇનાની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી BRICS સમ્મેલનમાં ભાગ લેવા માટે ચીન રવાના થયા છે.ચીનના શિયામેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી BRICS દેશોના સમ્મેલનમાં ભાગ લેશે. ડોકલામ વિવાદ બાદ પ્રધાનમંત્રી મોદીનો ચીન પ્રવાસ ખુબ મહત્વપૂર્ણ  માનવામાં આવે છે.મહત્વનું છે કે, આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ શકે છે.પ્રધાનમંત્રી મોદીએ BRICS સમિટ પર ટ્વિટર લખ્યું છે કે, તેઓ પાંચેય દેશોની ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોની ઉપસ્થિતિમાં યોજાનાર BRICS બિઝનેસ કાઉન્સિલમાં પણ વાતચીત કરશે.આ સાથે જ PM મોદીએ જણાવ્યું હતું કે,  રાષ્ટ્રપતિ જિનપિંગ તરફથી 5 સપ્ટેમ્બરના બોલાવવામાં આવેલી ડાયલોગને લઈને તેઓ ઉત્સાહિત છે. આ બેઠની બહાર પણ PM મોદી અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી શકે છે.મહત્વનું છે કે, ગત વર્ષે ગોવામાં યોજાયેલા BRICS સમ્મેલનમાં પ્રધાનમંત્રી મોદીએ ચીનની સામે આતંકનો મુદ્દો ઉઠાવી પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું.ત્યારે આસા છે કે, આ વર્ષે પણ કંઈક એવું જ નજરમાં આવશે.ચીનમાં BRICS સમ્મેલન બાદ પ્રધાનમંત્રી મોદી 5-7 સપ્ટેમ્બર સુધી મ્યાંમારના પ્રવાસે જશે.

You might also like