140 કલાકમાં 5 દેશોની યાત્રા કરીને પરત ફરશે મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી હંમેશા પોતાની વિદેશ મુલાકાતોનાં કારણે ચર્ચામાં રહેતા હોય છે. વિપક્ષ પણ વડાપ્રધાનની વિદેશ યાત્રાને હથિયાર બનાવીને સતત તેનાં પર નિશાન સાધતા હોય છે. જો કે મહત્વનું છે કે વડાપ્રધાન મોદી 140 કલાકમાં લગભગ 33000 કિલોમીટરની યાત્રા કરીને પાંચ દેશોની મુલાકાત લઇને પરત ફરશે જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. આ ચોંકાવનારા આંકડા પરથી જ ખ્યાલ આવે છે કે વડાપ્રધાન કેટલા ઓછા સમયમાં કેટલું વધારે કામ કરી લે છે.

તમને શરૂઆતથી જ જણાવીએ કે વડાપ્રધાન મોદીએ પોતાની પાંચ દેશોની યાત્રાને કઇ રીતે નિયોજીત કરી છે. વડાપ્રધાન મોદીએ પોતાની આ યાત્રા દરમિયાન અફધાનિસ્તાન અને મેક્સિકોમાં રાત્રે રોકાવાનાં કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે. નક્કી કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન મોદીએ આ દેશોમાં લગભગ ચાર કલાક જેટલો સમય રહેવાનું છે. વડાપ્રધાન મોદીએ વિદેશ યાત્રાનાં મુદ્દે એક નિયમ બનાવ્યો છે કે જો આગલા દિવસે સવારે તે દેશમાં કોઇ કાર્યક્રમ નથી તો તે દેશમાં રાત રોકાવાનો કોઇ અર્થ નથી.

મોદી કોઇ હોટલમાં આરામ કરવાનાં બદલે યાત્રા દરમિયાન જ આરામ કરવાને પ્રાથમિકતા આપે છે જેથી વિદેશી મુલાકાત ઓછામાં ઓછા દિવસોમાં વધારેમાં વધારે કામ કરી શકાય.એટલે સુધી કે ભારત પરત ફરવા માટે પણ મોદી આ જ ફોર્મ્યુલા વાપરે છે. આ યાત્રા દરમિયાન મોદી મેક્સિકોથી ભારત પરત આ રીતે જ ફરશે. વડાપ્રધાનને મેક્સિકોથી ભારત પરત ફરવામાં 21 કલાક જેટલો સમય લાગશે અને આ દરમિયાન તેમનું પ્લેન માત્ર ટેક્નિકલ કારણોસર ફ્રેકફર્ટમાં રોકાશે. બાકી આખી રાત વડાપ્રધાન પ્લેનમાં મુસાફરીમાં જ કાઢશે. મોદી આખી રાત મુસાફરી કરીને 10 જુને સવારે 5 વાગ્યે દિલ્હી પહોંચી જશે અને સમગ્ર દિવસ દરમિયાન નક્કી કાર્યક્રમોમાં હાજર આપશે.

You might also like