PM મોદી આજે શ્રીલંકાના પ્રવાસે જવા રવાના થશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાના પ્રવાસે જવા રવાના થશે. ત્રણ દિવસના તેમના પ્રવાસ દરમિયાન શ્રીલંકા સાથે કોઈ સમજૂતી કરાર નહિ થાય, પરંતુ બંને દેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બાવવાની દિશામાં બંને દેશના નેતા વચ્ચે મંત્રણા થશે.

આ અંગે વિદેશી મામલોના નિષ્ણાત રહીસસિંહે જણાવ્યું કે મૈત્રીપાલા સિરિસેના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે સંબંધો વધુ ગાઢ બન્યા છે. તેથી બંને દેશના નેતા દ્વારા સંબંધો વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મોદી બૌદ્ધ કેલેન્ડરના સૌથી ખાસ દિવસ બેસક દિવસની ઉજવણીમાં સામેલ થવા શ્રીલંકાના પ્રવાસે જઈ રહ્યા છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. બેસક દિવસના સમાપન નિમિત્તે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાશે, જેમાં 100થી વધુ દેશના 400 પ્રતિનિધિઓ સામેલ થશે.

મોદી શ્રીલંકાના કેન્ડી ખાતે પણ જશે, જે સિલોન ચાના ઉત્પાદન માટે જાણીતું છે, જોકે મોદીના આ પ્રવાસ દરમિયાન કોઈ નવા સમજૂતી કરાર નહિ થાય, પરંતુ બંને દેશ વચ્ચેના સંબંધો અંગે રિવ્યૂ કરવામાં આવશે. એક તરફ ચીન શ્રીલંકાના હંબનટોટા બંદરગાહ પર તેનું વર્ચસ્વ જમાવવા માગે છે.
http://sambhaavnews.com/

You might also like