PM મોદી ફરી વાર 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો કયાં સ્થળે લેશે મુલાકાત…

રાજકોટઃ PM મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેંન્દ્ર મોદીનાં કાર્યક્રમમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. PM મોદીને મનપા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આલ્ફ્રેડ સ્કૂલનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે 30 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતનાં પ્રવાસે આવશે.

જ્યાં તેઓ ગાંધી અનુભુતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. જેનાં ભાગરૂપે કલેક્ટર અને પોલીસ કમિશ્નર સ્કૂલની મુલાકાત કરવા માટે આવી પહોંચ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 26 કરોડનાં ખર્ચે આ ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો. જેથી હવે કદાચ આ મ્યુઝિયમનાં ઉદ્ઘાટન માટે PM મોદી ગુજરાતમાં આવી શકે છે.

રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આણંદમાં ચોકલેટ ફેક્ટરીનું પણ ઉદ્ઘાટન કરશે. તેમજ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયાનાં નામે દુનિયાભરમાં જાણીતી એવી અમૂલ પોતાની ચોકલેટ પ્લાન્ટનાં ઉદ્ઘાટન માટે પણ તેઓ આવે તેવી શક્યતા છે. આણંદ પાસેનાં મોગર ખાતે આ ચોકલેટ પ્લાન્ટ આવેલો છે. મહત્વનું છે કે અમૂલ ડેરી દ્વારા ચોકલેટ પ્લાન્ટનાં ઉદઘાટન માટે પણ પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

You might also like