PM મોદીના હસ્તે પોસ્ટ પેમેન્ટ બેન્કનો પ્રારંભ, પોસ્ટમેન આપશે તમામ સેવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે તાલકટોરા મેદાનમાં ‘ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક’ (IBPPB) નો પ્રારંભ કરાવ્યો છે. આઇબીપીપીબીની દેશભરમાં 650 શાખા તેમજ 3250 એક્સેસ પોઇન્ટ હશે. જેનો દેશભરમાં શૂભારંભ કરવામાં આવશે. દેશભમાં દરેક 1.55 લાખ પોસ્ટ ઓફિસ 31 ડિસેમ્બર, 2018 સુધીમાં આઇપીપીબી હેઠળ જોડાઇ જશે.

આઇપીપીબીને આમ જનતા માટે એક સુગમ, સરળ અને ભરોસાપાત્ર બેન્ક તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દેશના દરેક ખુણામાં આવેલ 3,00,000 વધારે પોસ્ટ ઓફિસ તેમજ ગ્રામી ડાક સેવકોનું વિશાળ નેટવર્કનો લાભ મળશે.

જેના કારણે આઇપીપીબી ભારતમાં લોકો સુધી બેન્કોને પહોંચવા માટે ઉલ્લેખનીય ભુમિકા અદા કરશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવાનું છે. જેમાં તમે સેવિંગ્સ એકાઉન્ટની સાથે કરન્ટ એકાઉન્ટ પણ ખોલી શકશો.

સંચાર મંત્રી મનોજ સિન્હાએ જણાવ્યું કે, IPPBની દેશના દરેક જિલ્લામાં શાખા હશે. દેશભરમાં 40 હજાર પોસ્ટમેન છે અને 2.6 લાખ પોસ્ટમેન છે. આ તમામ લોકો ઘરે ઘરે જઈને આ સેવા પહોંચાડશે. જે માટે 11 હજાર જેટલા પોસ્ટમેન આ સેવા માટે રોકવામાં આવશે.

જ્યારે પોસ્ટમેન માટે આનંદની વાત એ છે ક, પોસ્ટમેનના ઉત્સાહમાં વધારો કરવા માટે IPPBએ મહત્વની જાહેરાત પણ કરી છે. IPPBને થતા ફાયદાની 30 ટકા રકમ કમિશન પેટે પોસ્ટમેનને આપશે.

divyesh

Recent Posts

રાજપથના બોગસ સભ્યપદ કૌભાંડમાં ફક્ત ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…

20 hours ago

CBSE બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…

21 hours ago

સ્વાઈન ફ્લૂથી શહેરીજનોને બચાવવા મ્યુનિ. હવે ઉકાળા પીવડાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…

21 hours ago

પાકિસ્તાને મોટી ભૂલ કરી છે, તેમણે કિંમત ચૂકવવી પડશેઃ નરેન્દ્ર મોદી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…

21 hours ago

ઈન્ટેલિજન્સ એજન્સીઓના એલર્ટને સમજવાની નિષ્ફળતા કે પછી ચૂક?

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…

21 hours ago

પુલવામામાં બાદ શોપિયામાં પોલીસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…

21 hours ago