PM મોદીનું નવુ અભિયાન, “70 વર્ષ આઝાદી- જરા યાદ કરો કુરબાની”

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી “70 વર્ષ આઝાદી- જરા યાદ કરો કુરબાની” કાર્યક્રમ શરૂ કરવા જઇ રહ્યાં છે. બીજેપી પ્રમાણે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિમાં દેશ ભક્તિની ભાવના વિકસાવવાનો છે.

બીજેપી સાંસદીય દળની બેઠક બાદ કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી એમ.વૈક્યા નાયડૂએ જણાવ્યું છે કે આ અભિયાનનો ઉદ્દેશ્ય વ્યક્તિમાં દેશ ભક્તિની  ભાવના વિકસાવવાનો છે. લોકોને એ બાબતનો અહેસાસ કરવાવવો કે રાષ્ટ્ર પહેલા છે અને વ્યક્તિ પછી. તેઓ લોકોને સ્વતંત્રતા સેનાનીઓની આઝાદીની લડાઇના મહત્વના યોગદાન અંગે માહિતગાર કરશે.

નાયડૂએ કહ્યું છે કે 15 ઓગસ્ટથી એક સપ્તાહ , “ત્રિરંગા યાત્રા” પણ લોકોમાં રાષ્ટ્રીયતા અને દેશભક્તિની ભાવના જગાવવા માટે શરૂ કરવામાં આવશે. સાંસદો અને વિધાયકોને પોતાના ક્ષેત્રમાં તિરંગા યાત્રામાં ભાગ લેવા અંગે જણાવ્યું છે.

 

 

You might also like