બસ્તરની ઓળખ હવે જગદલપુર એરપોર્ટથી થશે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ છત્તીસગઢની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાયપુર (સ્માર્ટ સીટી)માં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનુ ઉધ્ધાટન કર્યું છે. આ દરમિયાન ભિલાઇના જયંતી મેદાન ખાતે એક જનસભાને સંબોધન કર્યું છે. પીએમ મોદીના હસ્તે 22 હજાર કરોડથી વધારે વિકાસ કાર્યોની ભેટ મળી છે. છત્તીસગઢમાં રોજગારીને લઇને નવી તકો ઉભી થઇ રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે છત્તીસગઢ વિકાસની નવી ઉંચાઇ જઇ રહ્યું છે. અટલ જીના વિઝનને મુખ્યમંત્રી રમણ સિંહ પુરી મહેનતની સાથે આગળ વધારી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યના નિર્માણ પાછળ પૂર્વ વડાપ્રધાન અટલ જીનું વિઝન છે, તમારી કડી તપસ્યા છે.

આ રાજ્યમાં ઝડપથી થઇ રહેલા વિકાસને જોઇ મને ઘણો સુખદ અનુભવ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ રાયપુરના જગદલપુર સુધી વિમાની સેવાનો પ્રારંભ કરાવ્યો. જેના કારણે છત્તીસગઢનો આદિવાસીવાળો વિસ્તાર દેશના હવાઇ યાત્રા સાથે જોડાશે.

પીએમએ કહ્યું કે બસ્તરની ઓળખ હવે જગદલપુર હવાઇ એરપોર્ટ તરીકે થશે. પીએમ મોદીએ કહ્યું કે હવાઇ ચપ્પલ પહેરવાવાળા પણ એરોપ્લેન અંગે વિચારી શકે તેને માટે આજે જગદલપુરમાં એરપોર્ટનું ઉધ્ધાટન કર્યું છે.

You might also like