ઉદયપુરમાં PM નરેન્દ્ર મોદીએ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  ઉદયપુરમાં કોટાની ચંબલ નદી પર બનેલા ઝૂલતા પુલ(હેગિંગ પુલ)નું ઉદ્ઘાટન કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ  જનસભાને સંબોધન કર્યું. આ ઉદ્ઘાટન સમારોહમાં રાજસ્થાનના ગવરનર કલ્યાણસિંહ, માર્ગ અને વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરી તેમજ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયા પણ હાજરી આપી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેબિલ બ્રિજના ઉદ્ધાટનમાં સંબોધન કર્યું…

 • રાજસ્થાનમાં વરસાદના કારણે ભારે નુકસાન
 • કેટલી જગ્યાએ પૂરમાં લોકોના મોત પણ થયા
 • પીએમ મોદીએ 15 હજાર કરોડની પરિયોજનાની શરૂઆત કરાવી.
 • પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
 • અગાઉની કોંગ્રેસ સરકારે અવ્યવસ્થા સર્જી છે
 • હું અલગ માટીનો બનેલો છું
 • અમે જે કાર્ય શરૂ કરીએ છીએ તે પૂર્ણ પણ કરીએ છીએ
 • સરકાર પૂર અસરગ્રસ્તો સાથે છે
 • પડકારોનો સામનો કરીને દેશને આગળ લઇ જવાનો છે
 • રાજસ્થાનની કાયાપલટ બદલાવીને જ રહેશે આ સરકાર
 • આ માર્ગથી ખેડૂતોને ફાયદો
 • મહેનતનું પરિણામ તમારી સામે છે
 • રાજસ્થાનના ઇતિહાસની અદ્દભૂત ઘટના
 • પ્રવાસીઓને રાજસ્થાનમાં આવવાની ઇચ્છા થાય છે
 • દેશના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો ફાળો
 • વર્ષોથી ચૂંટણી સમયે જુઠ્ઠા વાયદા જ થાય છે
 • ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોને પ્રાધાન્ય
 • માર્ગ શોધીને દેશને નવી ઊંચાઇઓ પર લઇ જઇશું

આ ઉપરાંત આ સમારોહનું જીવંત પ્રસારણ મોટા સ્ક્રીન પરથી કોટાના રહીશો નિહાળ્યું.  કુલ ૧૫ હજાર કરોડના હાઈ વે પ્રોજેકટ હેઠળ આ પુલ બનાવવામાં આવ્યો છે. આ વિસ્તારને ક્રોકોડાયલ સેન્ચૂરીના નામથી ઓળખવામાં આવે છે. તેથી જ પર્યાવરણ મંત્રાલય તરફથી આ પુલ માટે કોઈ સ્પષ્ટતા થઈ શકી ન હતી. ત્યારબાદ તત્કાલિન યુપીએ સરકારે કોરિયા અને જાપાનની મદદથી કોઈપણ પિલર વિના આ પુલ બનાવવાનો નિર્ણય લીધો હતો, અને ૨૦૦૮માં આ પુલનું કામ શરૂ થયું હતું. પરંતુ તે ‍વખતે જે તે એન્જિનિયરોની બેદરકારીથી આ પુલ તૂટી ગયો હતો.

ઉદયપુરના આ નવા ઝૂલતા પુલની ખાસિયત એ છે કે તેમાં એકપણ પિલર વિના ૧.૪ કિમી લંબાઈનો પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલને બનાવવામાં આઠ દેશના અેન્જિનિયરોની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ તો દેશમા આ ત્રીજો પુલ છે. ચંબલ નદી પર બનેલા પુલના ઉદ્ઘાટન સાથોસાથ મોદી દેશના અન્ય એવા ૫,૬૧૦ કરોડની ખર્ચે બનેલા ૧૨ રોડનંુ નિર્માણ અને અન્ય ૪૮ રાષ્ટ્રીય ધોરીમાર્ગના રોડ સુરક્ષા કાર્યોનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત ૯,૪૯૦ કરોડના ૧૧ રોડ પ્રોજેકટના નિર્માણ કાર્યોનો શિલાન્યાસ પણ કરશે.

You might also like