જાણો કેવું છે દેશનું પ્રથમ ઑલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યૂટ ઑફ આયુર્વેદ

ન્યૂ દિલ્હીઃ ઑલ ઇન્ડીયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાઇસેંજ (AIIMS)હેઠળ બનેલ દેશનાં પહેલા ઑલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યૂટ ઑફ આયુર્વેદ (AIIA)નું ઉદ્ધાટન દિલ્હીમાં મંગળવારનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

દિલ્હીનાં સરિતા વિહાર વિસ્તારમાં શરૂ થયેલ આ સંસ્થાન અંદાજે 157 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલ છે. પહેલા ચરણમાં AIIA લગભગ 10 એકરમાં બનાવાયું છે. આને એક્રીડિએશન બોર્ડ ઓફ હૉસ્પિટલ (NABH) દ્વારા પણ મંજૂરી મળી છે. આ ઇન્સ્ટીટ્યૂટનાં આધારે વિદ્યાર્થીઓ આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડૉક્ટરનાં કોર્સનો અભ્યાસ કરી શકશે. જો કે હાલમાં અહીં હોસ્પિટલમાં 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

AIIAનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા પર અહીં 25 સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ, 12 ક્લિનીક, 8 રિસર્ચ લેબ પણ હશે. આ દરેક ડિપાર્ટમેન્ટ આધુનિક મશીનોથી સજ્જ હશે. અહીં PG અને Ph.D કરી રહેલાં વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ મળશે. આ ઇન્સ્ટીટ્યુટની સૌથી ખાસ વાત એ છે કે દર્દીનો ઇલાજ અહીં આયુર્વેદ પધ્ધતિથી કરવામાં આવશે. એમને પ્રાચીન અને આધુનિક યંત્રોથી આયુર્વેદ ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

આવનારા સમયમાં આયુર્વેદ સંસ્થાનનો દુનિયાભરમાં પ્રચાર કરવા માટે AIIA અનેક વિદેશી ઇન્સ્ટિટ્યૂટો સાથે કામ કરશે. આ સિવાય આયુર્વેદ પર લખવામાં આવેલ પુસ્તકો પણ અહીં લાયબ્રેરીમાં રાખવામાં આવેલ છે.

You might also like