VIDEO: પીએમ મોદીનું સુરેન્દ્રનગરથી સંબોધન, કહ્યું કે,”ગુજરાતનાં ગધેડા માફક હું દેશની સેવા કરવા માગું છું”

સુરેન્દ્રનગરઃ પીએમ મોદી આજથી 3જી અને 4થી ડિસેમ્બરે બે દિવસ ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ભરૂચ તેમજ સુરેન્દ્રનગર અને રાજકોટમાં જનસભાને સંબોધન કરશે. અને મોદીનાં ગુજરાત પ્રવાસથી ગુજરાતનાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પીએમ મોદી 3 ડિસે. સાંજે SGVPનાં હોસ્પિટલનાં ઉદ્ઘાટનમાં હાજર રહેશે. આ સિવાય મોદી 4 ડિસે.નાં રોજ ધરમપુર, ભાવનગર, જૂનાગઢ અને જામનગર ખાતે મુલાકાત કરશે.
જેથી આજે પીએમ નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરનાં સભાસ્થળ ખાતે પહોંચ્યાં હતાં. ત્યાં તેમને ગુજરાત વિકાસ રેલીને સંબોધિત કરી હતી. જ્યાં તેમનું સભાસ્થળે ઝાલાવાડી પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું હતું.

સુરેન્દ્રનગરમાં પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે,”ગુજરાતમાં જે આંધી 2007, 2012માં ન જોઇ એ આંધી હું 2017માં જોઇ રહ્યો છું. આટલો મોટો જનજુવાળ વિકાસ માટેની ઝંખના અંગેનો છે. ગુજરાતની જનતા આ ચૂંટણીમાં કોંગ્રેસને મરણતોડ ફટકો આપવાની છે. પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઇ સુરેન્દ્રનગરમાં આકરા પ્રહારો કર્યા હતાં.

કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષનું પરિણામ નક્કી, પરિવારવાદ જ ફાવશે. પીએમ મોદીએ આ સભામાં શેહજાદ પૂનાવાલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે શેહજાદા સામે શેહજાદે અવાજ ઉઠાવ્યો. ચૂંટણી પછી સૂક્ષ્મદર્શક યંત્રથી જોશો તો પણ કોંગ્રેસ જોવા નહીં મળે. કોંગ્રેસે સરદાર પટેલ સાથે અન્યાય કરી નેહરુજીને પીએમ બનાવ્યાં.

કોંગ્રેસે મતોમાં એવો કારશો ઘડ્યો કે સરદારને ઓછા અને નેહરુજીને વધારે મત મળ્યાં. ઘરમાં જ લોકશાહી ન હોય તો દેશમાં ક્યાંથી આવે. ઇન્દીરા ગાંધીની સરકારમાં લાગેલી કટોકટીનો પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો. ઇન્દીરા ગાંધીનાં સમયમાં પ્રેસવાળાઓએ ઇન્દીરા ગાંધીને પુછીને કામ કરતાં.

ઇન્દીરા ગાંધીએ ઇલેક્શન કમિશનનાં નિયમોનો દૂરઉપયોગ કર્યો હતો. દેશને જેલખાનું બનાવવાનું કામ ઇન્દીરાજીએ કર્યુ હતું. નર્મદાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળવાનો છે. નર્મદાને કારણે સુરેન્દ્રનગર જિલ્લો સુક્કા ભંઠમાંથી લીલોછમ બની ગયો છે. આખો સુરેન્દ્રનગર જિલ્લો આજે લીલોછમ દેખાઈ રહ્યો છે.

પોતાને મહાન સમજનાર કેટલાંક લોકો ગુજરાતને બેઆબરૂ કરી રહ્યાં છે. યુપીમાં બે જુવાનિયાઓએ ગુજરાતીઓને ગધેડા કહ્યાં હતાં. ગુજરાતની ચૂંટણીનું પરિણામ નક્કી છે. ગુજરાતની અસ્મિતાને છેડે તેને ગુજરાત છોડતું નથી. એ ગુજરાતનાં ગધેડા માફક હું દેશની સેવા કરવા માગું છું.

પાણી પહોંચાડવાનાં કામમાં મેં કોઈ જ કચાસ બાકી નથી રાખી. ગધેડો પોતાનાં માલિકને વફાદાર, હું પણ મારા 125 કરોડ માલિકોને વફાદાર. સૌની યોજનાથી ડેમ અને તળાવો ભરવાનાં કામોને પ્રાથમિકતા આપી. મારા માલિકોનો બોઝ ઉઠાવવા હું હંમેશાં તૈયાર છું અને હવે નર્મદાનાં પાણી પહોંચવાનાં કારણે ખેતીનો વિકાસ થયો છે.

મગફળીનાં ઉત્પાદનમાં આપણે અઢી ગણો વધારો કરવામાં સફળ રહ્યાં છીએ. કોંગ્રેસનાં જમાનામાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડતું હતું. આજે નર્મદાનાં પાણી ઘરે ઘરે પહોંચતા કર્યાં. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો અતિવૃષ્ટિનાં સમયે બેંગ્લોરમાં જલસા કરતા હતાં. પરંતુ હવે એવું મતદાન કરો કે કોંગ્રેસને પાંચ વર્ષ માટે જલસા કરવા છુટ્ટા કરી દો.

મને મારા સાહેબ આખાનાં ચાબખા શીખવતાં. આજનું વાતાવરણ જોતા મને અખો યાદ આવી ગયો. 1966માં પટેલ અને ક્ષત્રિયો વચ્ચે કોંગ્રેસે તિરાડ પાડવાનું કામ કર્યું. 1966થી કોંગ્રેસ એકબીજા સમાજને સામસામે લડાવે છે. ગુજરાતે જાતિવાદ અને સંપ્રદાયને બાજુએ મૂકી એકતા દર્શાવી. છેલ્લા બે દાયકાથી ચાલતી આ એકતાને પીંખવાનાં પ્રયાસ થઇ રહ્યાં છે.

જાતિવાદનું ઝેર સમાજમાં ભેળવવું એ જ સત્તામાં આવવાનો કોંગ્રેસનો નુસખો છે. મારા પીએમ બન્યાં બાદ ગુજરાતની પાંચેય આંગળીઓ ઘીમાં. મારા હાથ વધુ મજબૂત કરો એવી અભ્યાર્થતા. ગુજરાતની મુશ્કેલીઓ દૂર કરવા માટે ભાજપે ઘણી મહેનત કરી છે.

You might also like