ગાંઘીજીને જે ટ્રેનમાંથી બહાર ફેંક્યા હતાં એ ટ્રેનની મોદીએ કરી મુસાફરી

ડર્બન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉથ આફ્રિકાની સફર દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી. પીએમ મોદીએ સાઉથ આફ્રિકાના ડર્બનમાં પેંટ્રિચ રેલ્વે સ્ટેશનથી ટ્રેન બોર્ડ તરફ પીટરમેરિટસબર્ગ સુધી સફર કરી હતી. આ મુસાફરીમાં દક્ષિણ આફ્રિકાના અધિકારીઓ પણ તેમની સાથે હતા.

આ પહેલા પૂર્વ પીએમ મનમોહન સિંહે પણ વર્ષ 2006માં પોતાના સાઉથ આફ્રિકાની યાત્રા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી હતી. મનમોહન સિંહે પત્ની સાથે પેંટ્રિચ રેલ્વે સ્ટેશનથી પીટરમેરિટસબર્ગ સુધી ટ્રેનમાં સફર કરી હતી.


પેંટ્રિચ રેલ્વે સ્ટેશનથી પીટરમેરિટસબર્ગ સુધી ટ્રેનમાં સફર કરવી તેનું ઐતિહાસિક મહત્વ છે. હકીકતમાં 7 જૂન 1893માં એક યુવા વકીલ મોહનદાસ કરમચંદ ગાંધીને ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાંથી બહાર ફેંકી દીધા હતા. તે આ જ રૂટ પર સફર કરી રહ્યા હતા. તેઓ કાલા હોવાને કારણે ટ્રેનના ડબ્બામાં રહેવા દીધા હતા નહીં. ત્યારબાદ તેઓએ દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયના લોકોના નાગરિક અધિકારીઓની લડાઇ શરૂ કરી અને પછી તેઓ એમકે ગાંધીથી મહાત્મા ગાંધી બની ગયા.

You might also like