ટ્વિટર પર મોદી અને તેની હેરસ્ટાઇલ ઉપરાંત રાહુલની કરેલી ટીખ્ખળી ઇન ટ્રેન્ડ

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે લોકસભામાં રાહુલ ગાંધીનાં નામનો ઉલ્લેખ કર્યા વગર રાહુલ ગાંધી પર જે ચાબખા વિંઝ્યા તેનાં કારણે મોદી ભક્તો ગેલમાં આવી ગયા હતા. #NaMoInSansad ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. નેહરૂ, રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીનાં જુના નિવેદનોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને બોધ આપી દીધો હતો. મોદીની નવી હેર સ્ટાઇલ પણ ચર્ચાનો વિષય રહ્યોહ તો. સંસદમાં પોતાનો ફર્સ્ટ ટાઇમર ગણાવતા મોદીએ પહેલી વાર સંસદો માટે મંતવ્યો આપ્યા હતા.
ગુરૂવારે લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ બાદ આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સ્પીકર મહોદયાએ સંસદમાં એજન્ડા મુક્યો હશે. પરંતુ શું એવું ન થાય કે તે દિવસે માત્ર મહિલા સભ્યો જ બોલે. આપણે ગૃહની કાર્યવાહી યથાવત્ત રાખીશું પરંતુ તે દિવસે માત્ર મહિલાઓ જ બોલે. હું પણ ગૃહમાં પહેલી વખત બોલી રહ્યો છુ.તેવી જ રીતે ઘણા સાંસદો પહેલીવાર બોલી રહ્યા છે. માટે તેઓને એક સત્પાહ માટે બોલવાની તક મળે. તેઓને તક આપવી જોઇએ. પહેલી વખત ચૂંટાઇને આવેલા સાંસદો જનહિત મુદ્દે વધારે સારી રીતે સવાલો ઉઠાવી શકે છે.
મોદીએ કહ્યું કે ગૃહ એક એવું ફોરમ છે જ્યાં વિચારો મુકવામાં આવે છે. જ્યાં આકરા જવાબો આપવામાં આવે છે. સરકાર પર સવાલો ઉઠે છે. જ્યાં સરકાર પોતાનો બચાવ કરે છે. પોતાનાં પક્ષમાં સ્પષ્ટતા કરવી પડે છે. જ્યાં ચર્ચા દરમિયાન કોઇને બાકાત નથી રાખવામાં આવતા અને તે અંગેની ચર્ચા પણ ન કરવી જોઇએ. પરંતુ ચર્ચા દરમિયાન જો ગૃહની પ્રતિષ્ઠા અને શિષ્ટાચાર ન જળવાય તે યોગ્ય નથી. આવું ચાલુ રહેશે તો આપણે આપણી વાત મજબુતીથી રાખી શકીશું. આ મારૂ નિવેદન નથી પરંતુ પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની વાત છે. આ સાંભળી ગૃહમાં બેઠેલા રાહુલ ગાંધી પણ હસી પડ્યા હતા અને મેજ થપથપાવી હતી

You might also like