મોદીના ઘરમાં શાકભાજી કોણ લાવે છે? આરટીઆઈ હેઠળ વિચિત્ર સવાલો

નવી દિલ્હી: રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ (આરટીઆઈ) હેઠળ વડા પ્રધાનના કાર્યાલયને જાત જાતના સવાલ પૂછવામાં આવે છે. મોદી વડા પ્રધાન બન્યા બાદ ચિત્ર વિચિત્ર સવાલોની સંખ્યા વધી ગઈ છે. વડા પ્રધાનનું કાર્યાલય સત્તાવાર રીતે આવા સવાલોના જવાબ પણ આપે છે. આરટીઆઈ હેઠળ મોદીનાં ઘરમાં શાકભાજી કોણ લાવે છે, તેમનો મોબાઈલ નંબર શું છે તેવા પણ પ્રશ્નો પૂછવામાં આવે છે.

વડા પ્રધાન મોદી એક પણ દિવસની રજા લેતા નથી. તાજેતરમાં એક આરટીઆઈની અરજીના જવાબમાં વડા પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે ‘હી ઈઝ ઓન ધ ડ્યૂટી ઓલ ધ ટાઈમ’ મોદી પોતાના ૭, રેસકોર્સ સાથેના નિવાસસ્થાનના રસોડાનું બિલ સ્વયં ચૂકવે છે કારણ કે મોદી તેને પોતાનો પર્સનલ ખર્ચ માને છે. મોદીને પોતાના રસોઈયા બદરી મીણા દ્વારા બનાવવામાં આવતા બાજરાના રોટલા અને ખીચડી ખૂબ પસંદ છે. મોદી મોટા ભાગે ગુજરાતી ભોજન જ આરોગે છે.

આરટીઆઈ દ્વારા પુછાયેલા પ્રશ્નોના કેવા જવાબ આપવામાં આવ્યા?
ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી મોદીને ટેલિપ્રોમ્ટિંગમાં મદદ કરે છે.
પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી કોઈ રોઝા ઈફ્તાર પાર્ટીમાં જતા નથી.
પીએમઓમાં કુલ ૪૦૦ લોકોનો સ્ટાફ રાખી શકાય છે. ઓગસ્ટ ૨૦૧૫ સુધી ત્યાં ૩૦૯ લોકો કામ કરે છે.
મોદીની પોસ્ટ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ઈન્ડિયાથી બદલીને પ્રાઈમ સર્વન્ટ ઓફ ઈન્ડિયા કરવાની કોઈ દરખાસ્ત નથી.
પીએમઓમાં કોઈની વિરુદ્ધ વિજિલન્સનો કેસ નથી.
મોદી ઓફિસના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા નથી તેના બદલે પોતાના પર્સનલ આઈફોનનો ઉપયોગ કરે છે.

વડા પ્રધાન કાર્યાલયે અારટીઅાઈના કયા પ્રશ્નોના જવાબ આપ્યા નથી?
જાપાનીઝ, હિબ્રુ, રશિયન અને કોરિયાઈ ભાષામાં મોદીનાં ટ્વિટ કોણ લખે છે ?
મોદીનો સામાન્યતઃ દૈનિક ક્રમ શું હોય છે ?
મોદીને ગ્રેજ્યુએશનમાં કેટલા ટકા માર્ક્સ મળ્યા હતા ?

You might also like