રિષિ કપૂરે કર્યુ ટ્વીટ, પ્રધાનમંત્રી મોદીએ આપ્યો આ જવાબ

બોલિવુડ એક્ટર રિષિ કપૂર સોશ્યલ મીડિયામાં સૌથી વધારે એક્ટિવ રહેનારા સેલિબ્રિટીઝમાંથી એક છે. તાજેતરમાં જે તેમણે એક ટ્વીટ કરીને ખુશી વ્યકત કરી કેમકે ચીનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તેમની ફિલ્મનું ગીત વગાડવામાં આવ્યું હતુ. હવે આ એક્ટરના ટ્વીટનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે.

વાસ્તવમાં શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ‘સરોવરની નગરી’ કહવેતા વુહાનમાં એક કલ્ચરલ કાર્યક્રમમાં હાજર હતા. અહીં ભારતીય પ્રધાનમંત્રી મોદીના સ્વાગતમાં ચીની કલાકારોએ બોલિવુડના ફેમસ સોંગ તુ હૈ વહી દિલ ને જિસે અપના કહા…’ની ધુન વગાડીને બન્ને દેશના સંબંધોને મધુર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

નરેન્દ્ર મોદીના સ્વાગતમાં વગાડાયેલી આ ધુન પછી રિષિ કપૂરે તે જ ગીતની યુ ટ્યૂબ લિંક ટ્વિટર એકાઉન્ટ પર શૅર કરી હતી. તેમણે લખ્યું, ”ચાઈનાના લોકોએ PM મોદીના સ્વાગતમાં અમારૂ ગીત વગાડ્યું. હું સન્માનિત અનુભવી રહ્યો છું. આભાર પંચમ!”

તમને જણાવી દઇએ કે, આ ગીતનું મ્યૂઝિક આરડી બર્મન એટલે કે પંચમે આપ્યું છે. કિશોર કુમાર અને આશા ભોંસલેની અવાજમાં માં ગવાયેલું આ ગીત 1982માં આવેલી ફિલ્મ ‘યે વાદા રહા’નું છે. જે રિષિ કપૂર અને એક્ટ્રેસ પૂનમ ધિલ્લોન પર શૂટ કરાયું હતું.

રિષિ કપૂરના ટ્વીટમાં જવાબ આપતા PMએ કહ્યુ કે, ”પંચમ દા સંગીતની દુનિયાના લિજેન્ડ છે. તેનું કામ આપણને મંત્રમુગ્ધ કરી દે છે.” આશા ભોસલેએ પણ ટ્વીટ કર્યું હતું, ”ચીનમાં પોતાના સંગીતની લોકપ્રિયતાને સાંભળીને પંચમ હસતાં હસે. મને આશા છે કે તેમના અવાજને તે દેશમાં પણ ઓફિશિયલ ઓળખ મળશે. જ્યાં તેમણે જન્મ લીધો છે.”

આશાએ એ પણ કહ્યું કે, ”મને ખુશી થયા પછી આશ્ચર્ય પણ થાય છે કે મારૂ ગીત એવા લોકોએ પસંદ કર્યું કે જેમને આપણી ભાષા પણ આવડતી નથી. આટલા બધા લોકપ્રિય હિંદી ગીતમાં ચીનમાં પ્રધાનમંત્રી માટે ” તુ હૈ વહી દિલ ને જિસે અપના કહા” ની પસંદગી કરાઈ હતી. હું એ જરૂર જાણવા ઈચ્છું કે પ્રધાનમંત્રી મોદીને તે સમયે કેવું લાગ્યું હશે?

 

આ ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે,” વિદેશી જમીન પર પોતાનું ભારતીય સંગીત સાંભળીને શાનદાર અનુભવ થાય છે. ખાસ તો જ્યારે મેજબાન તેમને વગાડતાં હોય. આપણી કલા વિશ્વભરમાં ફેમસ છે.”

You might also like