ફ્રાંસનાં રાષ્ટ્રપતિને યાદ રહેશે બનારસની મહેમાનનવાજીઃ PM મોદી

વારાણસીનાં સાંસદ અને દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીનાં ડીરેકા મેદાનમાં પહોંચ્યાં હતાં. અહીં એમને જનસભાને સંબોધિત કરવાની સાથે સાથે અનેક પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. સંબોધનમાં પીએમ મોદીએ બનારસની જનતાને ધન્યવાદ પાઠવ્યાં.

પીએમ મોદીએ કહ્યું કે ફ્રાંસનાં રાષ્ટ્રપતિને અહીંની જનતાએ જે પ્રેમ આપ્યો છે તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ પોતે અહીંનાં સ્વાગતને જોઇને તેઓ પોતે હેરાન થઇ ગયાં છે. તેઓ ભારત દેશની આવી મહેમાનગતિ ક્યારેય નહીં ભૂલી શકે.

કાર્યક્રમમાં પીએમ મોદીએ અનેક પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. તેઓએ જણાવ્યું કે આ મારૂ સૌભાગ્ય છે કે વારાણસીનાં વિકાસની અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો પરંતુ હું આજે બનારસનાં લોકોનો ધન્યવાદ પણ કરવા ઇચ્છું છું.

મોદીએ જણાવ્યું કે “આયુષ્માન ભારત” યોજના અંતર્ગત ગરીબ પરિવારોને 5 લાખ સુધીનો હોસ્પિટલનો ખર્ચ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આરોગ્યની દિશામાં આ અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધ થશે.

આપણે સૌએ સ્વચ્છતા અભિયાનનાં મિશનને આગળ વધારવાનું છે અને “વેસ્ટ ને વેલ્થ”માં બદલવાનું છે. કેમ કે કબાડમાંથી કામની ચીજો બની શકે છે. મિરજાપુરમાં સૌર ઉર્જા પ્લાન્ટનાં લોકાર્પણથી ક્લીન કૂકિંગનું મોટું અભિયાન શરૂ કર્યું છે.

ટ્રેનને લીલી ઝંડી દેખાડતા પીએમ મોદીએ જણાવ્યું કે જનશતાબ્દીનાં શરૂ થવાંથી કાશી અને પટનાવાસીઓની એક જૂની ઇચ્છા પૂર્ણ થઇ ગઇ છે. પીએમ મોદીએ ડેરિકાને પોતાની બીજું ઘર બતાવતા કહ્યું કે હું જ્યારે પણ કાશી આવું છું ત્યારે અહીં જ રોકાઇ જાઉં છું.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓને અવાસની ચાવી આપતા પીએમ મોદીએ જણાવ્યું કે હવે ઘર મળી ગયું છે. હવે બાળકોને ભણાવો. આ સાથે જ તેઓએ જણાવ્યું કે સીએમ યોગીએ આવાસ યોજનાને મિશનનાં રૂપમાં લીધું છે.

You might also like