મણિપુરમાં પીએમની આજે રેલી, ઉગ્રવાદી સંગઠની નાકાબંદી

ઇંફાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી મહિને થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થન માટેની રેલીમાં શનિવારે એક કલાક માટે મણિપુર જવાના છે. પરંતુ આ દરમ્યાન રાજ્યના 6 ઉગ્રવાદી સંગઠનોના કો-ઓર્ડિનેટિંગ કમિટીએ તેમની યાત્રાનો વિરોધ કર્યો છે. સવારે છ વાગ્યાથી અહીં નાકાબંદી કરવાની જાહેરાત કરી છે. જેને પગલે મોદીની રેલી માટે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. સંગઠનોએ કહ્યું છે કે મોદીના ઇંફાલમાં રહેવા સુધી કરફ્યું રાખવામાં આવશે. પીએમના પ્રવાસ પહેલા શુક્રવારે બે અલગ અલગ જગ્યાએથી એક હેન્ડગ્રેડ તથા એક બોમ્બ મળી આવ્યો છે.

પોલીસ તરફથી મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રીના પ્રવાસ દરમ્યાન કોઇ અરાજકતા ન ફેલાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા હાથ ધરાવામાં આવી છે. ઉગ્રવાદી સંગઠનોએ કેન્દ્ર સરકાર પર રાજ્યના વિવિધ જગ્યાએ મતભેદ વધારવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યમાં સત્તારૂઠ કોંગ્રેસ માંગ કરી છે કે પ્રધાનમંત્રીએ તેમના પ્રવાસ દરમ્યાન નાદા ઉગ્રવાદી સંગઠન એનએસસીએનના ઇસાફ-મુઝવા જૂથ સાથે સમજૂતીના પ્રસ્તાવનો ખુલાસો કરે.  રાજ્યમાં 60 વિધાનસભાની સીટો પર ચાર અને આઠ માર્ચને બે તબક્કામાં મતદાન થશે. ભાજપ અહીં પણ પોતાનો કેસરીયો લહેરાવા માંગે છે.

http://sambhaavnews.com/

You might also like