ગધેડાથી પણ ડરવા લાગ્યા લોકો, હું તો દેશ માટે ગધેડાની જેમ કામ કરું છું: PM મોદી

બહરાઇચ: ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પાંચમાં તબક્કાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહરાઇચમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે યૂપીમાં ભાજપની આંધી છે. લોકોએ ભાજપ માટે મતદાન કર્યું છે. પીએમએ કહ્યું કે લોકો પોતાના ભવિષ્ય માટે વિચારીને વિકાસ માટે વોટ કરી રહ્યા છે. પીએમ મોદીએ અખિલેશ સરકાર પર પણ પ્રહારો કર્યા.

ગધેડાના નિવેદનને લઇને મોદીએ અખિલેશને જવાબ આપ્યો. પીએમએ કહ્યું હું ગર્વથી ગધેડાથી પ્રેરણા લઉ છું અને દેશના માટે ગધેડાની જેમ કામ કરું છું. સવા સો કરોડ દેશવાસીઓ મારા માલિક છે. ગધેડા વપાદાર હોય છે અને એને જે કામ આપવામાં આવે છે. એ પૂરું કરે છે.

પીએમ મોદીએ કહ્યું અખિલેશજીને હજારો કિલોમીટર દૂર રહેતા ગધેડાઓથી ડર લાગવા લાગ્યો છે. લોકતંત્રમાં ટીકાઓ થાય છે, હું મારી દરેક ટીકા હસીને સ્વિકારું છું. પરંતુ અખિલેશને કહેવા માંગુ છું કે ગધેડાઓથી પણ પ્રેરણા લઇ શકાય છે. ગધેડો પોતાની પૂરી મહેનતથી કામ કરે છે. બીમાર હોય તો એ પૂરી મહેનતથી કામ કરે છે. હું પણ ગર્વથી ગધેડાઓમાંથી પ્રેરણા લઉં છું અને થાક્યા વગર અને રજા લીધા વગર સતત કામ કરતો રહું છું

બહરાઇચની રેલીમાં બોલ્યા મોદી:
– યૂપીની જનતા કોઇ પણ તકવાદી ગઠબંધનનો સ્વીકાર કરવાની નથી.
– યૂપીના મુખ્યમંત્રી પોતાના 5 વર્ષના કાર્યકાળનો જવાબ આપી રહ્યા નથી અને હજું પણ કોઇ પણ શરમ કર્યા વગર અને સંકોચ વગર બોલી રહ્યા છે કે મારું કામ બોલે છે.

આ પહેલા 20 ફેબ્રુઆરીએ ફૂલપુર રેલીમાં પીએમ મોદીએ અખિલેશ સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે આખા યૂપીમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. યૂપીના લોકો સપાના વહીવટથી હેરાન થઇ ગયા છે. રેલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ત્રણ તબક્કાની ચૂંટણી બાદ ત્રણ દળો સપા, બીએસપી અને કોંગ્રેસ એવા પ્રયત્નો માં લાગેલા છે તે એમને એટલી સીટ મળી જાય કે એમની ઇજ્જત બચી જાય.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાંથી 3 તબક્કાની ચૂંટણી થઇ ગઇ છે, તો બીજી બાજુ ચોથી તબક્કા માટે ગુરુવારે મતદાન થઇ રહ્યું છે.

You might also like