યૂપીમાં ભાજપનો 14 વર્ષનો વનવાસ પૂરો: PM મોદી

લખનઉ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખનઉમાં આયોજિત ભાજપની જનસભામાં મહેમાન તરીકે હાજરી આપી હતી. મંચ પર પ્રધાનમંત્રીના આવતાની સાથે જ ત્યાં હાજર રહેલા નેતાઓએ એમનું જોરદાર સ્વાગત કર્યું.

– વિપક્ષીઓની ખુરશીઓ હલી રહી છે, એટલા માટે પરેશાન થઇ રહ્યા છે.

– પહેલી વખત એવી સરકાર બની છે જેના માલિક તમે છો

– એવું પરિવર્તન કરજો કે જોતા જોતાં યૂપી બદલાઇ જાય.

– અમને મોકો આપો અમે ઉત્તર પ્રદેશની ગુંડાગીરીની ખતમ કરી દઇશું.

– ભાજપ જ ઉત્તર પ્રદેશને બચાવવા આવી છે.

– ભ્રષ્ટાચારને દેશમાંથી ઊખાડી દેવો છે.

– ભ્રષ્ટાચાર અને કાળાનાણાં વિરોધની લડાઇ રોકાવી જોઇએ નહીં.

– ભીમ એપ્લીકેશન લોન્ચ કરી તો એના પર પણ રાજનીતિ થઇ રહી છે.

– આ સરકાર ગરીબોને સમર્પિત છે.

– ભારે બહુમતથી બનાવજો યૂપીમાં ભાજપની સરકાર

– લોકોને અપીલ, પરિવર્તન અધૂરું નહીં પૂરું કરજો.

– સ્થિતિ બદલવા માટે કરી પરિવર્તન યાત્રા

– ઉત્તરપ્રદેશને બચાવવા માંગે છે ભાજપ

– ખેડૂતો એટલી દાળ પેદા કરે કે વિદેશો પાસે માંગણી ના કરવી પડે.

– સપા બસપા કોઇ પણ મુદ્દા પર એક નથી પરંતુ મોદી વિરુદ્ધ બંને એક થઇ ગયા છે.

– પારકાંના ચક્કરમાં રોકાઇ જાય છે દેશમો વિકાસ.

– કાળુનાણું ખતમ થવું જોઇએ.

– એ લોકા કહે છે મોદી હટાવો, હું કહું છું ભ્રષ્ટાચાર હટાવો.

– ભારત સરકાર ખેડૂતોને પૂરી મદદ કરી રહી છે.

– યૂપીની સરકાર કોઇ જવાબદારી લેવા તૈયાર નથી.

– કેન્દ્રના પૈસાનો ઉપયોગ યૂપીમાં થતો એનું પરિણામ કંઇક અલગ જ હોત.

– કેન્દ્રના પૈસાનો ઉપયોગ યૂપીમાં થયો નથી.

– વિકાસના રસ્તામાં રાજનીતિ આવવી જોઇએ નહીં.

– ઉત્તરપ્રદેશએ ખૂબ મદદ કરી છે.

– અમે ઇચ્છીએ છીએ કે ભારત આગળ વધે

– ભીજપના 14 વર્ષનો વનવાસ ખતમ થશે.

– ભારતને આગળ વધારવું હોય તો યૂપીને આગળ વધારવું જરૂરી.

– અમે ઇચ્છીએ છીએ કે દેશમાં ગરીબી નાશ પામે.

– યૂપીમાં 14 વર્ષથી વિકાસ થયો નથી.

– પૂર્વ ભાજપ સરકારને યાદ કરીને વર્તમાન સરકાર સાથે જનતા સરખામણી કરે છે.

– આ રેલીને જોયા બાદ કોઇને મહેનત કરવાની જરૂર નથી.

– હવાનું રૂખ ભાજપ તરફ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

– અટલજીએ આ ધરતી પર પોતાનો પરસેવો પાડ્યો છે.

– લખનઉની ધરતી અટલ જી ની ધરતી. તેમણે પોતાની જવાની આ ધરતી પર ગુમાવી.

– મંચ પર બેઠેલા ભાજપના નેતાઓ અને રેલીમાં હાજર જનતાએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું.

આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સભા સંબોધતા કહ્યું કે દેશના વિકાસમાં ઉત્તરપ્રદેશના યુવા મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. પરંતુ આ યુવાઓને પ્રદેશમાં રોજગાર મળી રહ્યો નથી. એટલે તેઓ છટકી જાય છે. એ દરમિયાન શાહે સપા, બસપા અને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતાં.

You might also like