જાણો.. પીએમ નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ બે દિવસીય ગુજરાત કાર્યક્રમ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી બે દિવસમાં રાજ્યમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના હસ્તે કરોડોના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ તેમજ ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનની મુલાકાતને લઇને લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર જડબેસલાક સુક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. અમદાવાદ અને ભચાઉ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર વિશાળ હોર્ડિંગ્સ લગાવામાં આવશે. હોર્ડિંગ્સમાં કેન્દ્ર સરકારના એક હજાર દિવસની સિધ્ધીઓનું વર્ણન કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળે તેવી શક્યતા છે.

– વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22મીએ કંડલામાં લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે
– પીએમના હસ્તે કરોડોના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
– પીએમ મોદી ભચાઉમાં નર્મદા નીરના વધામણા કરશે
– ભચાઉના ટપર ડેમમાં નર્મદા નીરના વધામણા કરશે
– કચ્છના લોઘેશ્વર ખાતે 151 ગૌમાતાનું પૂજન કરાશે
– ગાંધીધામ ખાતે એક શહીદો કે નામના કાર્યક્રમનું આયોજન
– 23મીએ પીએમ આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
http://sambhaavnews.com/

You might also like