આજે સામાન્ય ચૂંટણી યોજાય તો એનડીએને ૩૬૦ બેઠક

નવી દિલ્હી: નોટબંધી બાદ કેન્દ્રની મોદી સરકારની લોકપ્રિયતામાં વધારો થયો છે. ‘ઈન્ડિયા ટુ ડે’ અને ‘કાર્વી ઈનસાઈટ્સ’ સર્વેમાં મોદી સરકારની કરિશ્મા અને લોકપ્રિયતા અકબંધ છે. ઓપિનિયન પોલના જણાવ્યા અનુસાર જો આજે સામાન્ય ચૂંટણી યોજાય તો એનડીએને ૩૬૦ બેઠક મળી શકે છે. એટલું જ નહીં સર્વેમાં પીએમ મોદીના ગ્રાફમાં ભારે ઉછાળો આવ્યો છે. ૬૫ ટકા લોકોએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદ માટે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા છે.
‘ઈન્ડિયા ટુ ડે’ અને ‘કાર્વી ઈનસાઈટ્સ’ દ્વારા ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વે યોજવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર આજે જો સામાન્ય ચૂંટણીઓ યોજાય તો એનડીએને ૩૬૦ બેઠક મળી શકે છે, જ્યારે ઓગસ્ટમાં યોજાયેલી સર્વે કરતા હવે એનડીએને ૫૬ બેઠક મળી રહી છે.

દેશના ૧૯ રાજ્યોમાં ૧૨૧૪૩ લોકોને આ સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સર્વે અનુસાર એનડીએને ૪૨ ટકા, યુપીએને ૨૫ ટકા અને અન્યોને ૩૩ ટકા વોટ મળશે. આ રીતે યુપીએને ૬૦ બેઠક, જ્યારે અન્યને ૧૨૩ બેઠક મળવાનું અનુમાન છે.

આ સર્વેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. આ વખતે ૬૫ ટકા લોકોએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર હોવાનું જણાવ્યું હતું. ઓગસ્ટમાં યોજાયેલા સર્વેની તુલનાએ નરેન્દ્ર મોદીની તુલનામાં ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે માત્ર ૧૦ ટકા લોકોએ જ રાહુલ ગાંધીને વડા પ્રધાન પદ માટે પસંદ કર્યા હતા. સોનિયા ગાંધીની પસંદગી માત્ર ચાર ટકા લોકોએ જ કરી હતી.

પીએમ મોદીના વિકલ્પ તરીકે આ નેતાઓ તરીકે આ નેતાઓ
પીએમ મોદીના ત્રીજા વિકલ્પ તરીકે ૧૧ ટકા લોકોએ અરવિંદ કેજરીવાલને પસંદ કર્યા છે, જ્યારે ૧૦ ટકા લોકોએ નીતીશકુમારની લીડરશિપમાં ત્રીજા મોરચામાં શ્રેષ્ઠ ભવિષ્ય જોયું છે.
http://sambhaavnews.com/

You might also like