તમારા મોબાઈલ કે ઈ-મેઇલ પર PMનો મેસેજ અાવે તો ચોંકતા નહીં

728_90

નવી દિલ્હી: અાગામી દિવસોમાં જો તમને પીએમ નરેન્દ્ર મોદી તરફથી કોઈ મેસેજ કે ઇ-મેઇલ મળે તો ચોંકવાની જરૂર નથી. પીએમ મોદી તરફથી હવે કોમન મેનને પણ સરકાર સાથે જોડવા માટે ઇ-મેઇલ અને મેસેજ મોકલવાની શરૂઅાત કરાઈ છે. અા સંદેશાઅો દ્વારા લોકોને સરકારી યોજનાઅો અને નવી બનનારી નીતિ અંગે માહિતી અાપવામાં અાવશે. સરકાર તરફથી બનાવવામાં અાવેલ ‌ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ ઇ-સંપર્ક યોજના પણ ચલાવવામાં અાવી રહી છે.

અત્યાર સુધી ઇ-સંપર્ક હેઠળ સરકારી અધિકારીઅોને ઇ-મેઇલ અને મેસેજ મોકલવામાં અાવતા હતા, પરંતુ સરકારે હવે સામાન્ય નાગરિકો, ખાસ કરીને વ્યવસાયી લોકો સુધી પહોંચવાની યોજના બનાવી છે. સરકારનું માનવું છે કે તેના દ્વારા તેઅો તમામ મુદ્દાઅો પર લોકો સાથે સીધા જોડાઈ શકશે. મોદી સરકારના ડેટા બેઝમાં હાલમાં કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઅોનાં ૮૦ લાખ ઇ-મેઇલ અેડ્રેસ અને એક કરોડથી વધુ મોબાઈલ નંબર છે. હવે એનઅાઈસીઅે સરકારને ૪૨ લાખ અન્ય ઇ-મેઈલ અને ફોન નંબર અાપ્યા છે.

કેન્દ્ર સરકાર હવે કોમન મેન સુધી તમામ યોજનાઅોની જાણકારી પહોંચાડશે. અા માટે લોકોઅે માત્ર પોર્ટલ પર જઈને એલર્ટ મેળવવા માટે સર્વિસ એક્ટિવેટ કરવી પડશે. કેન્દ્ર સરકાર તરફથી ૩ ડિસેમ્બરે જારી કરાયેલા અાદેશ મુજબ સરકારની પાસે સરકારી કર્મચારીઅોના ફોન નંબર અને ઇ-મેઇલ એડ્રેસ ઉપરાંત કોમન મેન અંગે કોઈ જાણકારી નથી. અાવા સંજોગોમાં તેમના સુધી પહોંચવું મુશ્કેલ હોય છે. અા બધી બાબતોને ઇ-સંપર્કના માધ્યમથી ખતમ કરાશે. સરકાર ફિડબેક લેવા, યોજનાઅોની જાણકારી અાપવા તેમજ એલર્ટ માટે અા યોજનાનો ઉપયોગ કરશે.

અાદેશ મુજબ કેન્દ્ર સરકાર વ્યવસાયી લોકોનો ડેટા બેઝ પોતાની પાસે રાખશે. કોઇ પણ નીતિમાં પરિવર્તન અંગે સંપૂર્ણ જાણકારી તેમના સુધી મોકલાશે, જેથી સંપૂર્ણ ફિડબેક મળી શકે. સામાન્ય લોકોને મોકલવાના અા સંદેશાઅોમાં સરકારની નીતિમાં બદલાવ, સરકારી યોજનાઅો, જનજાગૃતિ કાર્યક્રમ અને જનહિત તેમજ રાષ્ટ્રહિત માટેના એલર્ટ્સ પણ સામેલ થશે.

You might also like
728_90