રાજકારણીઓને નથી કોઇ છૂટ, કાયદો બધા માટે બરાબર: PM મોદી

નવી દિલ્હી: નોટબંધી બાદ આજે બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમમાં મનની વાત દ્વારા દેશને સંબોધિત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે દેશના લોકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. આકાશવાણી પર મનીની વાતના કાર્યક્રમનું આ 27મું સંસ્કરણ છે.

નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદી રેડિયો પર દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમ દ્વારા અલગ અલગ મુદા પર દેશની સામે પોતાના મંતવ્ય રાખે છે. નોટબંધીના નિર્ણય બાદથી મનની વાતનું આ બીજી વખત સંબોધન છે.

ભારતીય લોકોમાં સંકલ્પ અને આત્મવિશ્વાસ જગાવનાર લોકો માલવીય જી એ આધુનિક શિક્ષાને એક નવી દિશા આપી છે. દેશ અટલ જી ના યોગદાનને કોઇ દિવસ ભૂલી શકશો નહીં. એમના નેતૃત્વમાં આપણે પરમાણુ શક્તિમાં પણ, દેશનું માથું ઊંચું કર્યું છે. અટલ જી ના જન્મદિવસના દિવસે હું એમને પ્રણામ કરું છું અને એમના સારા સ્વાસ્થ્ય. માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે ક્રિસમસની ભેટના રૂપમાં પંદર હજાર લોકોને ડ્રો સિસ્ટમથી ઇનામ મળશે. દરેકના કાતામાં એક એક હજાર રૂપિયાનું ઇનામ જશે. યોજના 100 દિવસ સુધી ચાલશે. ગ્રાહકને પ્રોત્સાહન કરવા માટે ‘લકી ડ્રો ગ્રાહક યોજના’, પવેપારીઓનો પ્રોત્સાહન કરવા માટે ‘ડીજી ધન વેપાર યોજના’, ‘ડીજી ધન વેપાર યોજના’ વેપારીઓ માટે છે. એનો ઉપયોગ કરશો એ આધાર પર લકી ડ્રો કરવામાં આવશે.

આ યોજના સમાજના દરેક વર્ગો, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ એમને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. છેલ્લા થોડાક જ દિવસોમાં કેશલેસ વેપાર, રોકડ વગરનો વેપાર, 200 થી 300 ટકા વધ્યો છે. જે વેપારીએ ડીજીટલ લેણદેણ કરશે એવા વેપારીઓને ઇન્કમટેક્સમાં છૂટછાટ આપવામાં આવી છે.

મને વિશ્વાસ છે કે દેશના લોકો આ વ્યવસ્થામાં રુચી લેશે અને તમારી આજુવાજુ યુવાનો હશે એમને પણ પૂછશો તો એ પણ જણાવી દેશે. હું દેશના દરેક રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ શુભેચ્છા પાઠવું છું. દરેક લોકાએ આ અભિયાનને આગળ વધાર્યું છે. કેટલીક સંસ્થાઓએ ખેડૂતોમાં ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સફળ પ્રયોગો કર્યા, જીએનએફસીએ 1000 પીઓએસ મશીન બજારમાં લગાવવામાં આવ્યા. થોડાક દિવસોમાં 35 હજાર ખેડૂતોને 5 લાખ ખાતરનું ડીજીટલ પેમેન્ટ કર્યું. વેચાણમાં 27 ટકાનો વધારો થયો.

MyGov,NarendraModiApp પર જે સૂચનો આવ્યા, 80-90 ટકા સૂચનો ભ્રષ્ટાચાર અને કાળાનાણાંની વિરુદ્ધની લડાઇના સંબંધમાં આવ્યા,નોટબંદીની ચર્ચા આવી.

હું દેશના લોકોના આભારી છું કે આટલી બધી ચિઠ્ઠી લખીને તમે મને મદદ કરી છે. હું લોકોને બીજા એક કારણથી પણ ધન્યવાદ આપું છું કે તેમને પસંદગીના લોકોને કરારા જવાબ આપ્યો છે. જે જનતાને ગુમરાહ કરે છે. કારણ કે એક ઉચ્ચ ઇરાદાને પાર કરવા માટે ચોખ્ખા નિયત સાથે જ્યારે કામ થાય છે. અફવાઓ ફેલાઇ કે નોટ પર લખેલો સ્પેલિંગ ખોટો છે, મીઠાનો ભાવ વધ્યો, 2000ની નોટ પર જશે પરંતુ દેશના લોકોનવું મન કોઇ હલાઇ શક્યું નહીં.

સરકાર એક સંવેદનશીલ સરકાર હોવાને કારણે જેટલા પણ નિયમ બદલવા પડે, બદલે છે કારણ કે લોકોની પરેશાની ઓછી થાય. અમે નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચાર, કાળાનાણાં અને કાળા વેપારને નષ્ટ કરવાનું છે. ભ્રષ્ટાચારની લડાઇમાં પૂર્ણવિરામ નથી, આ તો શરૂઆત છે, આ લડાઇ જીતવાની છે. જે વાત પર સવા સો કરોડ લોકોના આશીર્વાદ હોય એમાં પાછળ હટવાનો કોઇ પ્રશ્ન નથી.

દેશમાં ગેરબંધારણીય સંપત્તિનો એક કાયદો 1988માં બન્યો હતો, પરંતુ એનું નોટીપાય નહતું કર્યું. અમે એ નિકાળ્યોઅને જોરદાર કાયદો બનાવ્યો છે. અમે ભારતમાં business practicesને દુનિયાના best practicesના બરોબર બનાવવાનો ઝડપથી પ્રયત્ન કરી રહ્યા છે અને સફળતા મળી રહી છે. આ વખતનું સંસદનું સત્ર દેશવાસીઓનું નારાજગીનું કારણ બન્યું. રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ પણ નારાજગી વ્યક્ત કરી.

આપણા દિવ્યાંગ ભાઇ બહેનો પણ દેશના નાગરિકની જેમ એક અનમોલ વિરાસત છે, અનમોલ શક્તિ છે. અમારા પ્રયત્નોને દિવ્યાંગ ભાઇ બહેનોએ મજબૂતી આપી, જ્યારે એમને પેરાઓલમ્પિકમાં 4 મેડલ જીત્યા, એમણે આ જીતને લોકોને આશ્વર્યચકિત કર્યા.

You might also like