PM એ કરી મનની વાત, કેશલેસ અર્થવ્યવસ્થામાં લોકો કરે સહયોગ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ મન ની વાત દ્વારા દેશને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો હજુ પણ કાળાંનાણાને સફેદ કરવામાં લાગેલા છે. તેમણે કહ્યું, ”સુધરવુ તમારી મરજી છે પરંતુ ગરીબોનો ઉપયોગ કરશો નહીં.”

દિવાળીન પ્રસંગને લઇને કહ્યું કે દેશના લોકોએ જે અંદાજથી દિવાળી જવાનોને સમર્પિત કરી, એની અસર જવાનોના ચહેરા પર જોવા મળ્યો હતો. તેમણે આગ્રહ કર્યો કે કોઇ પણ તહેવાર હોય અથવા ખુશીનો માહોરલ હોય, જવાનોને આપણે કોઇના કોઇ રૂપે જરૂરથી યાદ કરીએ.

આ કાર્યક્રમનું આ 26મું સંસ્કરણ છે તથા 8 ડિસેમ્બરની મધ્યરાત્રિથી થયેલી નોટબંધીના નિર્ણય બાદ આ પ્રધાનમંત્રીના મનની વાતનું પહેલું સંબોધન છે. જ્યારે આખું રાષ્ટ્ર સેના સાથે ઊભું રહે છે ત્યારે સેનાની તાકાત 125 કરોડ ગણી વધી જાય છે. થોડાક સમય પહેલા જમ્મુ કાશ્મીરના 95% વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો હતો. આ વસ્તુ એ વાતનો ઇશારો કરે છે કે આપણા બાળકો શિક્ષાના માધ્યમથી ઉજ્જ્વલ ભવિષ્ય માટે કૃતસંકલ્પ છે.

નોટબંધીના નિર્ણય પર પીએમએ કહ્યું કે આ એક સામાન્ય નિર્ણય નથી પરંતુ મુશ્કેલી ભર્યો નિર્ણય છે. બધા કહેતા હતાં કે 500 અને 1000ની નોટ પર વધારે વિસ્તારથી વાત કરીએ. જે સમયે આ નિર્ણય કર્યો હતો, તમારી સામે રજૂ કર્યું હતું, ત્યારે પણ મેં બધા સામે કહ્યું હતું કે નિર્ણય સામાન્ય નથી, મુશ્કેલીભર્યો છે. આપણો દેશ સોનાની જેમ દરેક પ્રકારના તપ કરીને ચમકીને આગળ નિકળશે. 70 વર્ષથી આપણ જે બીમારીનો સામનો કરી રહ્યા હતા, તેનાથી મુક્તિનો અભિયાન સરળ નથી. આ નોટબંધીના નિર્ણયમાં પરિશ્રમ અને પુરુષાર્થ કરનારા લોકોનો ધન્યવાદ કરૂ છું. નોટબંધી પર મનની વાતમાં પીએમ મોદીએ કહ્યું કે તમારી સમસ્યાઓને સમજું છું, લોકોને શ્રમિત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. કેટલાક લોકો પૈસા બચાવવા માટે ગરીબોને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે.

ગત વર્ષની સરખામણીમાં ઘણી માત્રામાં વાવણી વધી છે, એના માટે હું ખેડૂતોને શુભેચ્છા પાઠવું છું. હું મારા નાના વેપારી ભાઇ બહેનોને કહેવા માંગુ છું કે સમય છે તમે પણ ડિજીટલ દુનિયામાં પ્રવેશ કરી લો. આપણું ગામ, આપણો ખેડૂત આપણા દેશની અર્થવ્યવસ્થાની એક મજબૂત ધરી છે. આટલો મોટો નિર્ણ મેં દેશના ગરીબ લોકો માટે, ખએડૂતો માટે, મજૂરો માટે, વંચિત માટે પીડિત માટે લીધો છે. દેશને આર્થિક ઊંચાઇઓ પર લઇ જવાનો પ્રસંગ આવ્યો છે.

નોટબંધીના નિર્ણયબાદ રૂપિયા કાર્ડમાં ઉપયોગમાં 300 ટકાનો વધારો થયો છે, રૂપિયાનો ઉપયોગ વ્હોટ્સઆઅપની જેમ સરળ છે. મને તમારી મદદ જોઇએ છીએ અને મને વિશ્વાસ છે કે દેશના નૌજવાનો આ કામ કરશે, આઝથી જ સંકલ્પ લો કે તમે કેશલેસ ઇકોનોમીનો ભાગ બનશો.

તમને જણાવી દઇએ કે 500 અને 1000 રૂપિયાની નોટબંધી વિરુદ્ધ વિપક્ષી દળોએ 28 નવેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. બિહારમાં સત્તાધારી મહાગઢબંધનનું નેતૃત્વ કરી રહેલા નીતિશ કુમારે વિપક્ષ તરફથી બોલવામાં આવેલા આ ભારત બંધથી પોતાની જાતને અલગ કરી દીધા છે.

You might also like