ફેસબુક અને ટ્વીટરનું સંપુર્ણ સંચાલન ખુદ મોદી જ કરે છે

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી પોતાની તમામ વ્યસ્તતાઓ છતા પણ સોશ્યલ મીડિયા પર રહેલા પોતાનાં એકાઉન્ડ પોતે જ મેનેજ કરે છે. વડાપ્રધાન કાર્યાલયને એક આરટીઆઇ હેઠળ પુછવામાં આવેલા સવાલનાં જવાબમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી પોતાનાં ઓફીશ્યલ ફેસબુક ટ્વીટર એકાઉન્ટ પોતે જ મેનેજ કરે છે. એક અંગ્રેજી સમાચાર પત્રનાં રિપોર્ટનાં અનુસાર ગત્ત દિવસોમાં આ અંગે એક આરટીઆઇ ફાઇલ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદીનાં ઓફીશ્યિલ ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ કરનારા લોકો અને તેની સેલેરી અંગે પુછવામાં આવ્યું હતું. જેનાં જવાબમાં કહેવામાં આવ્યું કે આ એકાઉન્ટસને મેનેજ કરવાની જવાબદારી કોઇ અધિકારીને નથી સોંપવામાં આવી. ઘણા અધિકારીઓ પાસેથી મળી જાણકારીનાં આધારે તેને અપડેટ કરવામાં આવે છે.
જો કે વડાપ્રધાન કાર્યાલયે તે નહોતું જણાવ્યું કે જ્યારે વડાપ્રધાન વિદેશ મુલાકાતે જાય છે ત્યારે વિદેશી ભાષામાં ટ્વીટ કરવા માટે તેમની મદદ કોણ કરે છે ? તેમાં જણાવાયું છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલય વડાપ્રઅધાન કાર્યાલય ટેલિપ્રોમ્પટરની મદદ લે છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાનનાં ફેસબુક એકાઉન્ટ પર 3.14 કરોડ લાઇક્સ અને ટ્વીટર પર 1.68 કરોડ ફોલોઅર્સ છે.

You might also like