વડાપ્રધાન મોદીએ નવ વર્ષની પુર્વ સંધ્યાએ ગરીબો અને ખેડૂતોને આપી ભેટ

નવી દિલ્હી : 8 નવેમ્બરે રાષ્ટ્રજોગ સંબોધન કર્યા બાદ આજે નોટબંધી પુરી થયા બાદ વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરી રહ્યા છે.
– સત્ય અને અચ્છાઇ આપણા દેશનાં લોકો માટે ઘણુ જ મહત્વ રાખે છે.
– આપણા જ ઘરની વિકૃતીઓ અને બુરાઇઓની વિરુદ્ધ લડવા માટે તૈયાર થયા દેશવાસીઓ
– કાળાનાણા, ભ્રષ્ટાચાર ઘૂંટણીયાભેર ઇમાનદાર દેશવાસીઓને મજબુર કર્યા
– મુસીબતનાં આસમયમાં દેશવાસીઓએ ધેર્યથી કામ કર્યું તે બદલ આભાર
– આ પ્રકારની ગુંગળામણથી મુક્તિ માંગી રહ્યા હતા દેશવાસીઓ
– દેશવાસીઓનાં ધેર્યથી શઉદ્ધ યજ્ઞ ચાલ્યો
– દેશવાશિઓને સંબોધિત કરી રહ્યા છે વડાપ્રધાન
– વરિષ્ઠ નાગરિકોને 7.5 લાખ રૂપિયા સુધીની રમક પર 10 વર્ષ સુધી વાર્ષિક 8 ટકાનાં દરોથી વ્યાજ મળશે.
– ગર્ભવતી મહિલાઓના માટે સરકારની જાહેરાત દેશનાં 650 થી વધારે જિલ્લામાં સરકાર ગર્ભવતી મહિલાઓને નોંધણી, ડિલિવરી,રસીકરણ માટે 6 હજાર રૂપિયાની મદદ મળશે.
– ખરીફ અને રવિપાકની વાવણી માટે લોન લેનારા ખેડૂતોને 60 દિવસનું વ્યાજ સરકાર ભોગવશે અને ખેડૂોનાં ખાતામાં ટ્રાન્સફર કરશે.
– ગ્રામીણ વિસ્તારમાં ઘરના રિપેરિંગ માટે બે લાખ રૂપિયાની લોન પર વ્યાજમાં ત્રણ ટકાની માફી મળશે.
– નાના વેપારીઓને ક્રેડિટ ગેરેન્ટ વધારીને સરકારે 1 કરોડ રૂપિયાથી બે કરોડ રૂપિયા કરી
– વડાપ્રધાન આવાસ યોજના હેઠળ શહેરમાં બનનારા મકાનો પર 9 લાખ રૂપિયાનાં વ્યાજ 4 ટકા અને 12 લાખ પર 3 ટકાની છુટ
– લોકોએ 50 દિવસમાં લોકોએ ઉઠાવેલી તકલીફનો અમને અહેસાસ છે.
– ભ્રષ્ટાચાર અને કાળાનાણાની આ લડાઇમાં આપણે અટકવાનું છે.
– નવ વર્ષ એક નવા કિરણ અને નવી સફળતાઓનાં સંપર્ક લઇને આવી રહી છે.
– હું દેશનાં ખેડૂતો, યુવાનો અને વેપારીઓને અપીલ કરી રહ્યો છું કે તેઓ ભીમ સાથે શક્ય તેટલી મહત્તમ રીતે જોડાય.

You might also like