PM મોદી બે દિવસીય જાપાનની મુલાકાતે, 4 વર્ષમાં શિંઝો આબે સાથેની 12મી મુલાકાત

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસીય યાત્રા પર શનિવારનાં રોજ રવાના થઇ ગયા. તેઓ ત્યાં 28-29 ઓક્ટોમ્બરનાં રોજ ભારત-જાપાન વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાનાં જાપાની સમકક્ષ શિંઝો આબેની સાથે નરેન્દ્ર મોદીની આ 12મી મુલાકાત લેશે. બંનેની વચ્ચે પહેલી મુલાકાત સપ્ટેમ્બર 2014માં થઇ હતી.

ત્યાર બાદ તેઓ અનેક અલગ-અલગ મોકા પર એકબીજાને મળી ચૂક્યાં છે. પીએમ મોદી યાત્રા પર જવાનાં એક દિવસ પહેલા શુક્રવારનાં રોજ ટ્વિટ કરતા કહ્યું હતું કે હું શિંઝો આબે સાથે વાર્તા કરવાની રાહ જોઇ રહ્યો છું. આને લીધે ભારત અને જાપાનની વચ્ચે સંબંઘ હજી વધારે મજબૂત થશે.

તેઓએ કહ્યું હતું,”જાપાન એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. જેની સાથે અમારી એક વિશેષ સામરિક અને વૈશ્વિક ભાગેદારી છીએ. હું ભારતનાં નેતાઓ સાથે જાપાનનાં વ્યાપારિક નેતાઓ સાથે વાતચીત કરીશ. હું ત્યાંનાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીતનો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો છું. ભારત અને જાપાનની વચ્ચે મજબૂત વેપાર અને સાંસ્કૃતિક સંબંધ આપણાં લોકો અને દુનિયાને માટે ઉત્તમ છે.”

તમને જણાવી દઇએ કે જાપાનાં પ્રધાનમંત્રી શિંઝો આબેએ પીએમ મોદીને યામાનશી સ્થિત વિલામાં ડિનરનું આમંત્રણ આપ્યું છે. આ કોઇ આંતરરાષ્ટ્રીય નેતાઓને મળેલ પોતાનાં તરફનું પહેલું આમંત્રણ છે. સૂત્રોનાં અનુસાર, આબેએ મોદીનાં સ્વાગતમાં જે ડિનર આયોજિત કર્યાં છે. તેમાં જાપાનનાં કેટલાંક સાંસદ અને નેતા પણ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે યામાનશીને માઉન્ટ ફુઝી જ્વાલામુખીને કારણથી ઓળખવામાં આવે છે. આ સ્થાન જાપાનની રાજધાની ટોક્યોથી 100 કિ.મી.નાં અંતર પર છે. માઉન્ટ ફુઝીની પાસે જ એક હોટલમાં પીએમ મોદીને માટે લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાર્ષિક સંમેલન પહેલા દિવસે એટલે કે 28 ઓક્ટોમ્બરનાં રોજ પીએમ મોદી યામાનશીમાં જ રહેશે. અહીંયા તેઓ શિંઝો આંબે સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ફાનુક રોબોટિક્સ કેન્દ્રએ જશે.

You might also like