આસિયાન સંમેલન માટે આજે નરેન્દ્ર મોદી લાઓસના પ્રવાસે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આસિયાન અને પૂર્વ એશિયાનાં શિખર સંમેલનમાં ભાગ લેવા લાઓસના પ્રવાસે જવા રવાના થશે.  આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત દક્ષિણ એશિયાઈ દેશો સાથે ભૌતિક અને ડિજિટલ સંપર્ક વધારવા અને આધુનિક અને એક બીજા સાથે સંકળાયેલી દુનિયાનો ઉપયોગ પરસ્પર ફાયદા માટે કરવા ઈચ્છુક છે.

આજથી શરૂ થઈ રહેલા બે દિવસીય પ્રવાસ પહેલાં તેમનાં નિવેદનમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે આપણી એકટ ઈસ્ટ નીતિના સંદર્ભમાં આસિયાન મહત્વપૂર્ણ ભાગીદાર છે. અને તે આપણા ઉત્તર-પૂર્વ વિસ્તારના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે.

વડા પ્રધાન મોદી 14માં આિયાન-ભારત શિખર સંમેલન તથા 11માં પૂર્વ એશિયાઈ શિખર સંમેલનમાં ભાગ લેવા લાઓસની રાજધાનીમાં પહોંચશે. આ દરમિયાન તેમના એજન્ડામાં નૌકા સુરક્ષા, આતંકવાદ, આર્થિક અને સામાજિક સાંસ્કૃતિક સહયોગ ક્ષેત્રે વિસ્તારથી ચર્ચા કરવા જેવા ખાસ મુદા રહેશે.

You might also like