તેહરાન પહોંચ્યા મોદી, સૌથી પહેલાં ગુરૂદ્વારામાં માથું ટેક્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પોતાની બે દિવસીય ઇરાન યાત્રા દરમિયાન ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યા તેહરાન પહોંચી ગયા. એરપોર્ટ પર તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું, તો બીજી તરફ તેમણે સૌથી પહેલાં એક ગુરૂદ્વારા પહોંચી માથું ટેક્યું હતું.

મળતી માહિતી અનુસાર તેહરાનમાં પીએમ મોદીનું વિમાન મેહરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું. ત્યાં પહેલાંથી જ હાજર અધિકારીઓએ સાંસ્કૃતિક અંદાજમાં વડાપ્રધાનનું સ્વાગત કર્યું. એરપોર્ટથી નિકળ્યા બાદ પીએમ મોદી ત્યાં ગંગા સિંહ સભા ગુરૂદ્વારા પહોંચ્યા. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીના નિમંત્રણ પર પીએમ મોદી ઇરાન યાત્રા કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીની આ પહેલી ઇરાન યાત્રા છે.

પીએમે આ યાત્રા દરમિયાન દ્રિપક્ષીય સાંસ્કૃતિક સંબોધોને પ્રોત્સાહન આપીને સદીઓ જુની મિત્રતામાં નવો જીવ પુરવા માટે ભારત અને ઇરાને સંયુક્ત રીતે ઘણા કાર્યક્રમોની યોજના બનાવી છે. તાજેતરમાં જ વર્ષોમાં પશ્વિમી પ્રતિબંધોના લીધે દ્રિપક્ષીય સંબંધોમાં થોડો અવરોધ પેદા થયો હતો. આ દરમિયાન બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવા અને સંબંધ મજબૂત કરવાને લઇને વાતચીત થશે. પીએમ મોદી આ યાત્રા દરમિયાન વિકાસ, ઉર્જા, શાંતિ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાથે જ બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય સહયોગ વધારવા પર ભાર મુકશે.


તમને જણાવી દઇએ કે ભારત ઇરાનથી ઓઈલ લેનાર સૌથી મોટા ગ્રાહકોમાંથી એક છે. ચીન બાદ ભારત જ ઇરાન પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે. ઇરાન પર પ્રતિબંધ લાગ્યા દરમિયાન પણ ભારતે ઓઇલ આયાત બંધ કર્યું ન હતું. આ પ્રતિબંધ આ વર્ષની શરૂઆતમાં હટાવી દેવામાં આવ્યો છે.

You might also like