આજે કેરળમાં મોદીની જનસભા ભાષણ પર આખા દેશની નજર

નવી દિલ્હી: ઉરી સૈન્ય અડ્ડા પર આતંકી હુમલા બાદ ભાજપ કાર્યાલયમાં ભારતીય પ્રતિક્રિયા અને કાર્યવાહી પર ઊઠી રહેલા સવાલોની વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે સરકારમાં આવ્યા બાદ વ્યવહારમાં વધુ સાવધાની રાખવી જોઈએ. નિવેદનો કરતાં વધુ ધ્યાન કામ પર આપવું જોઈએ. સંકેત સ્પષ્ટ છે કે આજે કેરળથી ખુદ વડા પ્રધાન મોદી જનતાની વચ્ચે આવીને પહેલો સંદેશ આપશે. ત્યાર બાદ આવતી કાલે પાર્ટી પોતાના રાજકીય પ્રસ્તાવમાં એજ લાઈનને આગળ વધારશે. આ જ કારણ છે કે ગઈ કાલે પદાધિકારીઓની બેઠકમાં સાથે રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરી, પરંતુ ઉરી હુમલા પર કંઈ પણ કહેવાથી બચતા રહ્યા.

શાહે કહ્યું કે ૧૯૬૭ની સ્થિતિથી આગળ વધીને હવે આપણે દેશની સૌથી મોટી પાર્ટી બની ચૂક્યા છીએ. સત્તાધારી પાર્ટીના વ્યવહારમાં પણ તે દેખાવવું જોઈએ. વ્યવહારનું આ પરિવર્તન સમગ્ર રાષ્ટ્રીય પરિષદમાં પણ જોવા મળશે. શક્ય છે કે પરિષદની સમગ્ર બેઠકમાં આ વખતે અન્ય પક્ષોની નીતિઓની ટીકાના બદલે માત્ર સકારાત્મક વાતો થાય. ગરીબ કલ્યાણ એજન્ડા સૌથી ઉપર રહેશે.

કાશ્મીર ભાજપ માટે સંઘર્ષ સમયથી જ મોટું રહ્યું છે. પરિષદથી પણ આ મુદ્દો બહાર નહીં રહે તેની ઝલક કો‌િઝકોડમાં પદાધિકારીઓના બેઠક સ્તરના મુખ્ય ગેટ પરથી જ મળી. સૌથી બહાર દીનદયાળ ઉપાધ્યાય અને વડા પ્રધાન મોદીના કાશ્મીર સાથે જોડાયેલા બે વક્તવ્ય મોટા પોસ્ટર લગાવાયા હતા. દીનદયાળે કહ્યું હતું કે કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન કે કોઈ પણ અન્ય શક્તિ સવાલ ઉઠાવે તો તેમને બતાવી દેવું પડશે કે કાશ્મીર અમારું અવિભાજ્ય છે. જો સંયુક્ત રાષ્ટ્ર પણ તેમાં દખલ કરશે તો તેનો અસ્વીકાર કરાશે. જમ્મુ-કાશ્મીર પર આયોજિત સર્વપક્ષીય બેઠકમાં મોદીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર માત્ર અમારી ક્ષેત્રિય અખંડિતતા નહીં પરંતુ અમારી રાષ્ટ્રીયતાની પરિભાષા છે.

You might also like